Surat : ટેક્સ્ટાઇલ પાર્ક માટે ત્રણ જિલ્લામાં ચાર લોકેશન પસંદ કરવામાં આવ્યા

|

Nov 01, 2021 | 4:56 PM

જો જમીનની ફાળવણી અહીં થસે તો સુરતના ટેક્સ્ટાઇલ ઉધોગોમાં વિદેશી મૂડી રોકાણ વધી શકે છે. ટેક્સ્ટાઇલના ઇતિહાસમાં છેલ્લા 60 વર્ષથી ભારતની એમએમએફ ટેક્સ્ટાઇલ ચેઇન જ સુરતમાં સ્થાપિત થયેલી છે તેને પણ વધારે વેગ મળશે.

Surat : ટેક્સ્ટાઇલ પાર્ક માટે ત્રણ જિલ્લામાં ચાર લોકેશન પસંદ કરવામાં આવ્યા
Textile Park - File Photo

Follow us on

ભારત સરકાર દ્વારા દેશના ટેક્સ્ટાઇલ (Textile) ઉધોગોને પ્રોત્સાહન આપવા માટે સાત જેટલા મેગા ટેક્સ્ટાઇલ પાર્ક (Textile Park) બનાવવા માટે ગાઇડલાઇન જાહેર કર્યા બાદ સુરતમાં પણ ટેક્સ્ટાઇલ મેગા પાર્કની કમિટીના આગેવાનો દ્વારા જમીનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ યોજનાની એક શરત એવી પણ છે કે તેમાં એક હજાર એકર જમીનની જોગવાઈ હોવી જરૂરી છે.

ટેક્સ્ટાઇલ પાર્ક કમિટીના આગેવાનો દ્વારા ઓલપાડના મુળદ નવસારીના વાસી-બોરસી, સચિન જીઆઈડીસીના નજીક આવેલા ઉંબર અને તલંગપુર તેમજ હાંસોટ તાલુકામાં વમલેશ્વર પાસે જમીનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મામલે સુરત-નવસારી અને ભરૂચ કલેકટરનો પણ સહયોગ અને અભિપ્રાય મેળવવામાં આવ્યો છે.

જે જગ્યામાં સ્થળ વિઝીટ કરવામાં આવી છે, તે ચાર વિસ્તારની જમીનોમાં સીઆરઝેડ લાગુ પડે છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. મેગા ટેક્સ્ટાઇલ પાર્કની કમિટીના આગેવાન બી.એસ. અગ્રવાલે જણાવ્યું હતું કે ત્રણ જિલ્લામાં લગભગ ચારેક જગ્યાએ એક હજાર એકર જમીન મળી રહે તેવું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો સચિન જીઆઇડીસી નજીક ઉંબર તલંગપોર અથવા તો ઓલપાડના મૂળદમાં જમીન મળી રહેતી હોય અને સીઆરઝેડની સમસ્યા ન આવતી હોય તો ટેકસટાઇલ સિટીમાં નજીકના આ બે વિસ્તારોમાં મેગા ટેક્સ્ટાઇલ પાર્ક લાવી શકાય તેમ છે. તેનાથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળી શકે છે. આ ઉપરાંત સરકારે શહેરના આભવાથી ઉભરાટને જોડતા બ્રિજને જ જાહેરાત કરી છે તેના પ્રમાણે નવસારીના જલાલપોર તાલુકાના વાસી-બોરસી વિસ્તારમાં પણ એક હજાર એકર જમીન ઉપલબ્ધ થઇ શકે તેમ છે.

મેગા ટેક્સ્ટાઇલ પાર્કના નિર્માણ માટે 40 લાખ ચોરસ મીટર જમીનની જરૂરિયાત રહેલી છે. કમિટીએ સરકારને પીપીપી ધોરણે આ પાર્ક નિર્માણ કરી આપવા માટે અપીલ કરી છે. જે લોકેશન શોધવામાં આવ્યા છે તે તમામ દરિયાઈ વિસ્તારમાં નજીકના છે. હાઈ વે પણ નજીક છે અને એરપોર્ટની સુવિધા પણ નજીક મળી શકે તેમ છે.

જો જમીનની ફાળવણી અહીં થસે તો સુરતના ટેક્સ્ટાઇલ ઉધોગોમાં વિદેશી મૂડી રોકાણ વધી શકે છે. ટેક્સ્ટાઇલના ઇતિહાસમાં છેલ્લા 60 વર્ષથી ભારતની એમએમએફ ટેક્સ્ટાઇલ ચેઇન જ સુરતમાં સ્થાપિત થયેલી છે તેને પણ વધારે વેગ મળશે. આ ઉપરાંત ગારમેન્ટિંગ અને મનેયુફેક્ચરિંગ ક્ષેત્રને પણ તેનો મોટો લાભ મળશે.

 

આ પણ વાંચો : સુરત : બાયસિકલ શેરિંગ પ્રોજેક્ટને શહેરીજનો તરફથી જોરદાર પ્રતિસાદ, રજિસ્ટ્રેશન 1 લાખને પાર

આ પણ વાંચો : સુરત : દિવાળીમાં વતન જતા મુસાફરોની સંખ્યામાં વધારો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભીડ

Next Article