Surat : વેપારીઓની માંગને લઈને દર્શના જરદોશ અને સી.આર.પાટીલ નાણામંત્રીને મળ્યા

|

Dec 07, 2021 | 7:02 PM

જીએસટી માટે વેપારીઓની માંગને લઈને તે અંગે એક પોસ્ટ સાંસદ અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ ત્યારે મુકવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે વેપારીઓની રજુઆત નાણામંત્રી સુધી કરવામાં આવી છે.

Surat : વેપારીઓની માંગને લઈને દર્શના જરદોશ અને સી.આર.પાટીલ નાણામંત્રીને મળ્યા
Darshna Jardosh and CrPaatil met finance minister

Follow us on

આગામી તારીખ પહેલી જાન્યુઆરીથી કાપડ પર જીએસટીનો(GST) દર પાંચ ટકાથી વધીને 12 ટકા સુધી થવા જઈ રહ્યો છે. જેની સામે સુરત (Surat ) સહીત દેશભરના કાપડ વેપારીઓનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. તેવામાં સુરત શહેરના સાંસદ અને હવે તો ટેક્સ્ટાઇલ મંત્રી એવા દર્શના જરદોશ સામે સુરતના કાપડ વેપારીઓ દ્વારા જીએસટીનો દર યથાવત રાખવા બાબતે અસંખ્યવાર રજૂઆતો કરવામાં આવી હતી.

ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે જીએસટી કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું હતું. જેમાં કાપડ અને ગારમેન્ટ ઉપર પહેલા જીએસટી ટેકસ રેટ પ ટકા હતો, તેને વધારીને ૧ર ટકા કરવામાં આવ્યો છે. આ નવા પરિપત્રને કારણે ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઇ જવાનું જોખમ ઉભું થયું હોવાને કારણે જીએસટી કાઉન્સીલમાં ગૃપ ઓફ મિનિસ્ટર્સના તમામ સભ્યોને ચેમ્બર અને ફિઆસ્વી દ્વારા સંયુકતપણે રજૂઆતો કરી તેની આડઅસરો વિશે સમજાવવામાં આવ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારના આ પરિપત્રને પાછો લેવા માટે વિનંતિ કરવામાં આવી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વેપારીઓની આ માંગણીને લઈને આજે સાંસદ દર્શના જરદોશ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નાણામંત્રી નિર્મલા સિતારમણને રજુઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે એક પોસ્ટ સાંસદ અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ ત્યારે મુકવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે વેપારીઓની રજુઆત નાણામંત્રી સુધી કરવામાં આવી છે. વેપારીઓએ આ વાતને વધાવી લીધી છે. અને હકારાત્મક પરિણામની અપેક્ષા રાખી છે.

રજૂઆતોના મુદ્દાઓમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું છે કે, આ જીએસટી ટેકસ વધારાની અસર સૌથી વધુ પાવર લુમ સેકટર ઉપર પડવાની સંભાવના છે અને સાથે સાથે આ ક્ષેત્ર કે જે ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર હોઇ આશરે 14 કરોડ લોકોને સીધી કે આડકતરી રોજગારી આપતું આ ક્ષેત્ર કે જેમાં 70 ટકાથી પણ વધુ લોકો ગ્રામિણ અર્થ વ્યવસ્થાનો આધાર હોવાથી આ જીએસટી ટેકસ માળખામાં બદલાવવાને કારણે ભારતની 40 કરોડ જેટલી વસતિ પ્રભાવિત થવાની સંભાવના છે.

ભારતનું ટેકસટાઇલ માર્કેટ ખાસ કરીને અંતિમ ગ્રાહકો માટેનું માર્કેટ પ્રાઇઝ ઇલાસ્ટીક છે. જેનો મતલબ એવો થાય છે કે જેમ ભાવ વધે તેમ માંગ ઘટે તથા માંગ ઘટે એટલે ઉત્પાદન પણ ઘટે. જે અંતર્ગત નાણાં મંત્રાલય દ્વારા હાલમાં સુધારેલા જીએસટી માળખાને કારણે ગ્રાહક સુધી પહોંચતા માલ ઉપર 21 ટકા સુધીનો ભાવવધારો આવવાની સંભાવના છે.

આ પણ વાંચો : Surat : ગ્રામ પંચાયત ચુંટણી : જિલ્લાની 492 સરપંચની બેઠકો માટે 1708 ઉમેદવારો મેદાનમાં

આ પણ વાંચો : Surat : વાતવરણમાં આવેલા પલટાને કારણે પોંકનો સ્વાદ પડ્યો ફિક્કો

 

Next Article