SURAT : દેશમાં 7 સ્થળો પર ટેક્સટાઇલ પાર્કની બજેટમાં જાહેરાત, કાપડ ઉદ્યોગકારોને મોટી આશા બંધાઇ

|

Feb 01, 2021 | 7:08 PM

SURAT : કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગના વિકાસ પર વિશેષ ભાર મૂક્યો છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે કાપડ ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરી શકે છે.

SURAT : કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગના વિકાસ પર વિશેષ ભાર મૂક્યો છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે કાપડ ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન કરી શકે છે. માટે કાપડ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે સરકાર આગામી સમયમાં મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ્ટાઇલ પાર્ક યોજના શરૂ કરશે. જે અંતર્ગત દેશમાં 7 જગ્યાઓ પર ટેક્સ્ટાઇલ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. સરકારની આ જાહેરાતથી સુરતના કાપડ ઉદ્યોગકારોમાં મોટી આશા બંધાઇ છે. તેમનું માનવું છે કે તેમની ટેક્સ્ટાઇલ પાર્કની માગ સંતોષાઇ છે. સરકારે દેશમાં 7 ટેક્સ્ટાઇલ પાર્ક કયા સ્થળે ઉભા કરાશે તે હજુ કોઇ જાહેરાત નથી કરી પરંતુ સુરતના ઉદ્યોગકારોને આશા છે કે સુરતમાં ચોક્કસ ટેક્સ્ટાઇલ પાર્ક ઉભો કરાશે. સુરતના ઉદ્યોગકારોએ તો ટેક્સ્ટાઇલ પાર્ક માટે પાંચ જગ્યાઓ ઓળખીને તૈયાર પણ કરી રાખી છે.

 

દેશનો કાપડ ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક ભાવે નિકાસ કરી શકે તે માટે ભારત સરકારે નાઇલોન ઉત્પાદન શૃંખલાને અન્ય માનવસર્જિત ફાઇબર ઉત્પાદનની જેમ પ્રોત્સાહન આપ્યું છે. નાયલોનના ઉત્પાદનમાં વપરારાત કેપ્રોલેકટમ, નાયલોન ચિપ્સ અને નાયલોન ફાયબર પરની આયાત ટ્યૂટી 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. જેને કારણે સુરત સહિત દેશમાં બનતા નાયલોન કાપડનો ઉત્પાદન ખર્ચ ઘટશે.

Next Video