દેશમાં આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં 4.75 ટકાનો ઉછાળો, કુલ ઉત્પાદન 115.70 લાખ ટન

|

Jan 03, 2022 | 7:28 PM

દેશના સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં ઓક્ટોબર-ડિસેમ્બરમાં ખાંડનું ઉત્પાદન ઘટીને 30.90 લાખ ટન થયું છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 33.65 લાખ ટન હતું.

દેશમાં આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં 4.75 ટકાનો ઉછાળો, કુલ ઉત્પાદન 115.70 લાખ ટન
Sugar Export

Follow us on

ભારતમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન 4.75 ટકા વધીને 115.70 લાખ ટન થવાની ધારણા નેશનલ કોઓપરેટિવ સુગર ફેક્ટરી ફેડરેશન (NFCSFL) એ સોમવારે વ્યક્ત કરી છે. NFCSFLએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2021 સુધી લગભગ 491 મિલોએ 1,227.17 લાખ ટન શેરડીનું (sugarcane)  પિલાણ કર્યું હતું. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ આંકડો ઉંચો છે.

દેશના સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં ઓક્ટોબર-ડિસેમ્બરમાં ખાંડનું ઉત્પાદન ઘટીને 30.90 લાખ ટન થયું છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 33.65 લાખ ટન હતું. તે જ સમયે, બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન વધીને 45.75 લાખ ટન થયું છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 39.85 લાખ ટન હતું. જ્યારે કર્ણાટકમાં પણ ઉત્પાદન 24.15 લાખ ટનથી વધીને 24.90 લાખ ટન થયું છે.

ગુજરાતમાં પણ ખાંડનું ઉત્પાદન વધ્યું છે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન પણ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન 3.35 લાખ ટનથી વધીને 3.40 લાખ ટન થયું છે. ડેટા દર્શાવે છે કે મધ્ય પ્રદેશ, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ ખાંડના ઉત્પાદનમાં નજીવો વધારો થયો છે. ખાંડની સિઝન 2021-22માં ઉત્પાદન 315 લાખ ટન રહેવાનો અંદાજ છે. 2020-21માં તે 311.05 લાખ ટન હતું.

ખાંડના ભાવ વધવાની રાહ જોવાઈ રહી છે

અહીં ભારતીય સુગર મિલો નિકાસ સોદા કરતા પહેલા વૈશ્વિક સ્તરે ખાંડના ભાવમાં વધારાની રાહ જોઈ રહી છે. ઇન્ડસ્ટ્રી બોડી ISMAએ સોમવારે આ જાણકારી આપી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કાચી ખાંડના વૈશ્વિક ભાવમાં ઘટાડાને કારણે, અગાઉના 38-40 લાખ ટન નિકાસ કરારોને બાદ કરતાં છેલ્લા એક મહિનામાં ખાંડના કોઈ ચોક્કસ નિકાસ કરાર થયા નથી.

6.5 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે

સુગર મિલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ISMA) એ જણાવ્યું હતું કે, “ચાલુ સિઝનમાં હજુ લગભગ નવ મહિના બાકી છે, મિલો હજુ પણ વધુ નિકાસ કરાર માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.” ચાલુ 2021-22 સિઝનના ઓક્ટોબર-નવેમ્બરના સમયગાળા દરમિયાન, ખાંડની મિલોએ 6.5 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ત્રણ લાખ ટનથી વ ધારે હતી.

47.50 લાખ ટન ખાંડનું વેચાણ થયું હતું

ISMAએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં ખાંડ મિલોએ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન 47.50 લાખ ટન ખાંડનું વેચાણ કર્યું હતું, જ્યારે સરકારે આ સમયગાળા માટે 46.50 લાખ ટનનો વેચાણ ક્વોટા નક્કી કર્યો હતો. સમીક્ષા હેઠળના બે મહિનામાં ખાંડનું કુલ ઉત્પાદન 115.55 લાખ ટન પર પહોંચ્યું છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 110.74 લાખ ટન હતું. શેરડી ઉત્પાદક રાજ્યોમાં પિલાણ અભિયાન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :  Success Story: મહિલાઓની કંપનીએ રચ્યો ઈતિહાસ, એક વર્ષમાં અઢી કરોડની શાકભાજીનું કર્યું વેચાણ

Next Article