Share Market Closing : સેન્સેક્સ 1181 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી નવા રેકોર્ડ પર બંધ

|

Nov 11, 2022 | 4:09 PM

Share Market Closing : આજે સેન્સેક્સે 1181 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને 61795ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 321 પોઈન્ટના વધારા સાથે 18350 ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 3.81 ટકા વધ્યો હતો.

Share Market Closing : સેન્સેક્સ 1181 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી નવા રેકોર્ડ પર બંધ
Share Market

Follow us on

Share Market Closing : આજે સપ્તાહના અંતિમ દિવસે બજારમાં બમ્પર તેજી જોવા મળી હતી. સેન્સેક્સે 1181 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને 61795ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી 321 પોઈન્ટના વધારા સાથે 18350 ના સ્તર પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 18362 સુધી પહોંચ્યો જે એક નવો રેકોર્ડ છે. નિફ્ટી 50માં 37 શેર ઉછાળા સાથે બંધ થયા અને 12 શેર ઘટ્યા. HDFC, બેંકનો આજની તેજીમાં ઘણો ફાળો છે. આ બંને શેરોમાં 5.72-5.73 ટકાનો અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. આ સિવાય ઈન્ફોસિસ 4.58 ટકા, ટેક મહિન્દ્રા 3.65 ટકા અને એચસીએલ ટેક્નોલોજી 3.47 ટકા વધ્યા હતા. આઇશર મોટર્સ 4.91 ટકા, હીરો મોટોકોર્પ 1.75 ટકા અને સ્ટેટ બેન્ક 0.95 ટકા ઘટ્યા હતા.

વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સ્થાનિક સમૂહ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટરમાં 44 ટકા વધીને રૂ. 2,773 કરોડ થયો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં જૂથે રૂ. 1,929 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ક્વાર્ટર દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક વધીને રૂ. 29,870 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 21,470 કરોડ હતી. સ્ટેન્ડઅલોન ધોરણે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની બીજા ક્વાર્ટરમાં આવક 57 ટકા વધીને રૂ. 20,839 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂ. 13,314 કરોડ હતી. ક્વાર્ટર દરમિયાન સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો 46 ટકા વધીને રૂ. 2,090 કરોડ થયો છે. ઓટો કંપનીએ બીજા ક્વાર્ટરમાં 1,74,098 વાહનોનું વેચાણ કર્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં 99,334 ની સરખામણીમાં 75 ટકા વધુ હતું.

Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?

હિન્દુજા ગ્રુપની કંપની અશોક લેલેન્ડનો ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ટેક્સ પછીનો નફો 199 કરોડ રૂપિયા રહ્યો છે. વાહનોના વેચાણમાં વધારો થવાને કારણે કંપનીના નફામાં પણ વધારો થયો છે. ગયા વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીને રૂ. 83 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. અશોક લેલેન્ડે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તેની આવક વધીને રૂ. 8,266 કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળામાં તે રૂ. 4,458 કરોડ હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના સ્થાનિક મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહનોનું વેચાણ વધીને 25,475 યુનિટ થયું હતું. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે 11,988 યુનિટ હતું. તેનાથી કંપનીનો માર્કેટ શેર વધીને 9.6 ટકા થયો છે.

Next Article