
Stock Update : આજે શેરબજારમાં બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ફાર્મા, રિયલ્ટી અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. બજારમાં આજે મોટા ઉતાર ચઢાવ નજરે પડ્યા હતા. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 333 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 104 અંકો સુધી લપસ્યો હતો.
આ કંપનીઓએ ૫૨ અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી નોંધાવી
આજે બજાર લાલ નિશાન નીચે બંધ થયું છે છતાં ઘણા સ્ટોક્સ એવા હતા જેમણે મજબૂત કારોબાર દર્જ કર્યો છે. આજના સત્ર દરમ્યાન ટીસીઆઈ એક્સપ્રેસ, ક્રિસિલ, પોલિપ્લેક્સ, જેકે પેપર, બિરલાસોફ્ટ, સુદર્શન કેમિકલ, વેલસ્પન કોર્પ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, એફએસએલ અને સુંદરમ ફાસ્ટનર્સ એ પોતાની ૫૨ અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે.
એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર
દિગ્ગજ શેર
ઘટાડો : ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, શ્રી સિમેન્ટ, એલએન્ડટી, રિલાયન્સ, બજાજ ફિનસર્વ, આઈઓસી અને બજાજ ફાઈનાન્સ
વધારો : પાવર ગ્રિડ, એસબીઆઈ લાઈફ, એનટીપીસી, ટાઈટન અને કોલ ઈન્ડિયા
મિડકેપ શેર
ઘટાડો : ન્યુ ઈન્ડિયા એસ્યોર, શ્રીરામ ટ્રાન્સફર, આઈઆરસીટીસી, અદાણી અન્ટરપ્રાઈઝ અને પેજ ઈન્ડસ્ટ્રી
વધારો : ટાટા પાવર, ક્રિસિલ, સીજી કંઝ્યુમર, આરઈસી અને પાવર ફાઈનાન્સ
સ્મૉલોકપ શેર
ઘટાડો : ડીબી કૉર્પ, રેલિગર એન્ટરપ્રાઈઝ, કાયા, એનઆઈઆઈટી અને ટ્રેક
વધારો : આયર્ન એક્સચેન્જ, ફેરકેમિકલ્સ, ગતિ, વોલ્ટામપ ટ્રાન્સફર અને પોલિપ્લેક્સ કૉર્પ