Stock Market : સપ્તાહના પેહલા દિવસે બજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ, SENSEX 51,936 સુધી સરક્યો

|

Jun 14, 2021 | 10:25 AM

ગત સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારે(Stock Market) ચાર રેકોર્ડ સ્થાપિત કર્યા બાદ આજે કારોબારની શરૂઆત નરમાશ સાથે કરી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ SENSEX અને NIFTY લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.

Stock Market : સપ્તાહના પેહલા દિવસે બજારમાં પ્રારંભિક નરમાશ દેખાઈ, SENSEX 51,936 સુધી સરક્યો
stock market

Follow us on

ગત સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારે(Stock Market) ચાર રેકોર્ડ સ્થાપિત કર્યા બાદ આજે કારોબારની શરૂઆત નરમાશ સાથે કરી છે. આજે સપ્તાહના પેહલા કારોબારી દિવસે પ્રારંભિક નરમાશ દેખાઈ રહી છે.બંને મુખ્ય ઇન્ડેક્સ SENSEX અને NIFTY લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ – સવારે 10.20 વાગે 
બજાર         સૂચકઆંક             ઘટાડો 
સેન્સેક્સ    52,276.04      −198.72 
નિફટી      15,722.20       −77.15 

બજારની શરૂઆત આજે ઉતાર – ચઢાવ સાથે થઇ હતી. આજે સેન્સેક્સ 17.58 પોઇન્ટના નજીવા વધારા સાથે અને નિફ્ટી 7.95 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે ખુલ્યા હતા. આ અગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે બજાર તેજી દર્જ કરી બંધ થયા હતા. સેન્સેક્સ 174.29 પોઇન્ટના વધારા સાથે 52,474.76 પર બંધ થયો હતો તો બીજી તરફ નિફ્ટીએ 61.60 અંકના વધારા સાથે 15,799.35 ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 11 જૂને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ 18.64 કરોડના અને ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ 666.36 કરોડના શેર ખરીદ્યા છે.

આજના કારોબારી સત્રની શરૂઆત ઘટાડાની સાથે થતી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 51,936.31 સુધી લપસ્યો જ્યારે નિફ્ટીએ 15,606.50 સુધી ગોથા લગાવ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી ઘટાડાની નબળાઈ જોવામાં આવી રહી છે.

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં નબળાઈ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપમાં ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં નરમાશ દેખાઈ રહી છે.

સપ્તાહના પહેલા દિવસે ગ્લોબલ માર્કેટના સંકેત મિશ્ર જોવા મળી રહ્યા છે. એશિયામાં નિક્કેઈ 4 ટકા ઊપર કારોબાર કરી રહ્યો છે. ચીન, તાઈવાન, હોંગકોંગના બજાર આજે બંધ છે. SGX NIFTY અને DOW FUTURES પર દબાણ જોવાને મળી રહ્યુ છે. S&P 500 શુક્રવારના રેકૉર્ડ ઊંચાઈ પર બંધ થયા હતા.

આજના પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ
SENSEX
Open              52,492.34
Prev close     52,474.76
High              52,542.66
Low                51,936.31

NIFTY
Open                15,791.40
Prev close       15,799.35
High                15,791.90
Low                 15,606.50

Next Article