STOCK MARKET : કારોબારી સપ્તાહનો છેલ્લો દિવસ રેકોર્ડસને નામ રહ્યો, SENSEX -NIFTY સહીત ચાર ઇન્ડેકસે All Time High Level બતાવ્યું

|

Jun 11, 2021 | 5:09 PM

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શેરબજાર(STOCK MARKET)માં રેકોર્ડને નામ રહ્યો હતો. આજના કારોબાર દરમ્યાન ચાર ઇન્ડેક્સ પોતાની વિક્રમી સપાટી(All Time High Level) દર્જ કરવામાં સફળ રહ્યા છે

STOCK MARKET : કારોબારી સપ્તાહનો છેલ્લો દિવસ રેકોર્ડસને નામ રહ્યો, SENSEX -NIFTY સહીત ચાર ઇન્ડેકસે All Time High Level બતાવ્યું
આજનો દિવસમાં શેરબજારમાં ચાર વિક્રમ બન્યા હતા .

Follow us on

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શેરબજાર(STOCK MARKET)માં રેકોર્ડને નામ રહ્યો હતો. આજના કારોબાર દરમ્યાન ચાર ઇન્ડેક્સ પોતાની વિક્રમી સપાટી(All Time High Level) દર્જ કરવામાં સફળ રહ્યા છે. શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ BSE SENSEX , NSE NIFTY , NIFTY MIDCAP અને NIFTY SMALL CAP ઇન્ડેક્સ પોતાના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યા હતા.

INDEX All Time High Level
SENSEX 52,641.53
NIFTY 15,835.55
NIFTY MIDCAP 27,474.45
NIFTY SMALL CAL 9,789.95

આજના કારોબાર દરમિયાન સેન્સેક્સ 52,641 પોઇન્ટ જ્યારે નિફ્ટી 15,835 પોઇન્ટની ઓલ-ટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. નિફ્ટીનો મિડકેપ ઈન્ડેક્સ 27,281 અને સ્મોલ કેપ 9,750 ની વિક્રમી સપાટી દર્જ કરી ચુક્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં રેકોર્ડ હાઈ ક્લોસીંગ રહ્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

MARKET SENSEX NIFTY
INDEX 52,474.76 15,799.35
GAIN +174.29 (0.33%) +61.60 (0.39%)

આજે BSE 0.33% મુજબ 174 અંક વધીને 52,474 પર બંધ થયા છે. બીજીતરફ ટ્રેડિંગના અંતે NIFTY 61 અંક એટલે કે 0.39% વધીને 15,799 પોઇન્ટ પર કારોબાર પૂર્ણ કર્યો હતો.આજના કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 177 પોઇન્ટના ઉછાળા સાથે 52,477 પોઇન્ટ પર ખુલ્યો હતો જયારે નિફ્ટીમાં 60 અંકના વધારા સાથે 15,796 પોઇન્ટ સાથે વેપાર શરૂ થયો હતો

કોરોનાકાળનાં નીચલા સ્તરથી સર્વોચ્ચ સપાટી સુધીના ઉતાર – ચઢાવ ઉપર કરો એક નજર 

DATE SENSEX NIFTY NIFTY SMALL CAP NIFTY MID CAP
11-Jun-21 52,641 15,835 9,789 27,474
10-Jun-21 52,300 15,737 9,698 27,268
09-Jun-21 51,941 15,635 9,544 26,847
08-Jun-21 52,275 15,740 9,674 27,042
07-Jun-21 52,322 15,751 9,622 26,881
23-Jun-20 25,981 7,610 3,372 10,990

શેરબજારમાં આજે સારી ખરીદી થઇ હતી. રોકાણકારોએ મોટા શેરોની સાથે નાના અને મધ્યમ શેરોમાં પણ રસ દાખવ્યો હતો. નિફ્ટીની મિડ-કેપમાં લગભગ 0.22% નો વધારો થયો છે જ્યારે સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.54% વધ્યો છે. આજના કારોબારમાં નિફ્ટીની મેટલ (2.69%), આઈટી (1.51%), ફાર્મા (1.05%), એનર્જી ઇન્ડેક્સ (0.41%) અને ઓટો (0.36%) મજબૂત રહ્યા હતા. નિફ્ટીની રિયલ્ટી (1.02%), મીડિયા (0.96%), સરકારી બેંક (0.52%), એફએમસીજી (0.24%), બેંકિંગ (0.22%) અને નાણાકીય ક્ષેત્ર (0.16%) સૂચકાઆંકોમાં નરમાશ દેખાઈ હતી.

આજના કારોબારની હાઇલાઇટ્સ આ મુજબ રહી હતી.

SENSEX
Open 52,477.19
High 52,641.53
Low 52,388.95
52-wk high 52,641.53

 

NIFTY
Open 15,796.45
High 15,835.55
Low 15,749.80
52-wk high 15,835.55
Next Article