Stock Market : શેરબજારની તેજી સાથે શરૂઆત , SENSEX 52,401 અને NIFTY 15,778 સુધી ઉછળ્યો

સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) વૃદ્ધિ સાથે ખુલ્યું હતું. આજે સેન્સેક્સ 125.84 પોઇન્ટ અને નિફ્ટી 26.2 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યા છે.

Stock Market : શેરબજારની તેજી સાથે શરૂઆત , SENSEX 52,401 અને NIFTY 15,778 સુધી ઉછળ્યો
Stock Update
| Updated on: Jun 09, 2021 | 9:59 AM

સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર(Stock Market) વૃદ્ધિ સાથે ખુલ્યું હતું. આજે સેન્સેક્સ 125.84 પોઇન્ટ અને નિફ્ટી 26.2 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યા છે. બજાર પ્રારંભિક તેજી દેખાડી રહ્યા છે. બનેં મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લીલા નિશાન ઉપર કારોબાર આગળ ધપાવી રહ્યા છે.

BSE પાવર સેક્ટરમાં સમાવિષ્ટ 14 કંપનીઓમાંથી 10 કંપનીઓના શેરમાં ફાયદો દેખાઈ રહ્યો છે. અદાણી પાવરનો શેર 9.22% સુધી વધ્યો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ – સવારે 9.52 વાગે 
બજાર         સૂચકઆંક        વધારો
સેન્સેક્સ       52,381.22     +105.65 
નિફટી          15,774.20     +34.10 

આ અગાઉ છેલ્લા સત્રમાં મંગળવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 52.94 અંક ઘટીને 52,275.57 ની સપાટીએ બંધ રહ્યો હતો તો બીજી બાજુ નિફ્ટીએ 11.55 અંક નીચે 15,740.10 ના સ્તર પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે પ્રારંભિક ઉતાર-ચઢાવ બાદ સારી સ્થિતિ દેખાઈ રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 52,401 સુધી ઉછળ્યો જ્યારે નિફ્ટીએ 15,778 સુધી ઉપલું સ્તર બતાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.2 ટકા થી વધુ મજબૂતી જોવા મળી રહી છે.

શરૂઆતી કારોબારમાં સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.30 ટકાની મજબૂતીની જોવાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.46 ટકા વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

પ્રારંભિક કારોબારની હાઈલાઈટ્સ
SENSEX
Open    52,401.41
High    52,401.41
Low     52,204.99

NIFTY
Open    15,766.30
High     15,778.40
Low      15,723.10