Stock Market : પ્રારંભિક નરમાશ સાથે NIFTY 15,687 સુધી સરક્યો, SENSEX માં 100 અંકનો ઘટાડો દેખાયો

|

Jun 08, 2021 | 10:18 AM

સારી શરૂઆત છતાં શેરબજાર(Stock Market) હાલ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં માર્કેટમાં વેચવાલી દેખાઈ રહી છે

Stock Market : પ્રારંભિક નરમાશ સાથે NIFTY 15,687 સુધી સરક્યો, SENSEX માં 100 અંકનો ઘટાડો દેખાયો
stock market

Follow us on

સારી શરૂઆત છતાં શેરબજાર(Stock Market) હાલ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યું છે. પ્રારંભિક કારોબારમાં માર્કેટમાં વેચવાલી દેખાઈ રહી છે અને બંને મુખ ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી નબળાઇ સાથે કારોબાર કરી રહ્યા છે. પ્રારંભિક કારોબારમાં નિફ્ટીનો મેટલ ઇન્ડેક્સ 1.5% સુધી ગગડ્યો છે તો આઈટી સ્ટોક સપોર્ટ પૂરો પાડવા પ્રયાસ કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦.૧૨ વાગે
બજાર       સૂચકઆંક          ઘટાડો
સેન્સેક્સ   52,226.37    −102.14 (0.20%)
નિફટી     15,701.85    −49.80 (0.32%)

આજે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેર બજારમાં સારી શરૂઆત મળી હતી. સેન્સેક્સ 50 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. ઇન્ડેક્સમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકના શેરમાં 7% થી વધુનો વધારો જોવા મળ્યો છે. ગઈકાલે શેરબજારમાં સપ્તાહના પહેલા કારોબારના દિવસે સારી ખરીદી થઇ હતી. ગઈકાલે સેન્સેક્સ 228 અંક એટલે કે 0.44% ની મજબૂતી સાથે 52,328 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 0.52% અથવા 81.40 પોઇન્ટના વધારા સાથે 15,752 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

હાલ ભારતીય બજાર ઉતાર-ચઢાવની સાથે દેખાય છે. આજે નિફ્ટી 15,687 ની સુધી સરક્યો છે જ્યારે સેન્સેક્સે 52,135 સુધી નીચલું સ્તર બતાવ્યુંછે. આજના કારોબારમાં નિફ્ટીએ ૦.38 સુધી તો સેન્સેક્સ ૦.20 સુધી ઘટાડો સૂચવી રહ્યો છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં નરમાશ દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.30 ટકા ગગડીને 22,619.45 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ૩૬ અંક નીચે 24,570પર કારોબાર કરી રહ્યા છે. બેન્ક નિફ્ટી ૩૧૯ અંકના ઘટાડા સાથે 35120 ના સ્તર પર છે.

આજના પ્રારંભિક કારોબારની હાઈલાઈટ્સ
SENSEX
Open 52,428.72
High 52,432.43
Low 52,135.04

NIFTY
Open 15,773.90
High 15,778.80
Low 15,687.35

Published On - 10:17 am, Tue, 8 June 21

Next Article