Closing Bell : છેલ્લા કલાકમાં લપસ્યું શેરબજાર, સતત છઠ્ઠા સત્રમાં નુકસાન સાથે થયુ બંધ

|

Feb 23, 2022 | 4:34 PM

ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક આજે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે.

Closing Bell : છેલ્લા કલાકમાં લપસ્યું શેરબજાર, સતત છઠ્ઠા સત્રમાં નુકસાન સાથે થયુ બંધ
Stock market

Follow us on

Share Market : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો આજે સતત છઠ્ઠા સત્રમાં પણ ચાલુ રહ્યો હતો. આજે ટ્રેડિંગના છેલ્લા કલાકમાં, મુખ્ય શેરોમાં વેચવાલીનું વર્ચસ્વ વધારે રહ્યું અને પુરા દીવસ દરમિયાન તેજી જાળવી રાખનાર બજાર છેલ્લા કલાકમાં લાલ નિશાનમાં આવી ગયું હતું. છેલ્લા કલાકમાં વેચવાલીને કારણે સેન્સેક્સ 550 પોઈન્ટની નજીક ગગડ્યો હતો. નીચલા સ્તરે હળવી ખરીદી જોવા મળી હતી, જો કે તે પણ સેન્સેક્સ અને નિફ્ટીને (sensex and nifty) અગાઉના બંધ સ્તરોથી ઉપર લાવવામાં સફળ રહી ન હતી અને બજાર મર્યાદિત પરંતુ ઘટાડા સાથે બંધ થયું હતું.

બુધવારના કારોબારમાં સેન્સેક્સ 69 પોઈન્ટ ઘટીને 57,232ના સ્તરે અને નિફ્ટી 29 પોઈન્ટના ઘટાડા સાથે 17063ના સ્તરે બંધ થયો હતો. આજના કારોબારમાં સૌથી વધુ વધારો રિયલ્ટી સેક્ટરમાં જોવા મળ્યો. તે જ સમયે, ઓટો સેક્ટર અને નાણાકીય ક્ષેત્ર ઘટાડા સાથે બંધ થયા છે.

બજાર કેમ ઘટ્યું?

મોટા શેરોમાં વેચવાલીના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ટીસીએસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક અને એચડીએફસીના શેરો આજે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા, જેના કારણે, BSE પર વધતા શેરોની સંખ્યા ઘટતા શેરો કરતા ઘણી વધારે હોવા છતાં, મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

આજે બીએસઈ પર ટ્રેડ થનારા 3460 શેરોમાંથી 2192 શેર નફામાં રહ્યા છે. નાના અને મધ્યમ ક્ષેત્રના શેરોમાં આજે સારો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 50 માં ઘટાડાની સરખામણીમાં, નિફ્ટી સ્મોલકેપ 100 માં એક ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે, મિડકેપ 50 અને સ્મોલકેપ 50 સૂચકાંકો પણ આજે તેજીમાં રહ્યા છે.

આ પણ વાંચો :  Opening Bell : શેરબજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, પ્રારંભિક કારોબારમાં Sensex 400 અંક ઉછળ્યો

 

Next Article