શેર હોલ્ડર્સ માટે મોટા સમાચાર, આ કંપનીએ કરી ડીલિસ્ટિંગની જાહેરાત, જાણો તમામ વિગતો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું સેલ્સ 1091 કરોડ રૂપિયા રહ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 62 ટકા વધારે છે. આ સાથે જ ક્વાર્ટરનો નફો ગયા વર્ષની સરખામણીમાં 142.7 કરોડ રૂપિયાથી વધીને 231 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષની સરખામણીમાં EBITDAમાં 81 ટકાનો વધારો થયો છે. સાથે જ EBITDA 169.5 કરોડ રૂપિયાથી વધીને 306 કરોડ રૂપિયા થયો છે.

શેર હોલ્ડર્સ માટે મોટા સમાચાર, આ કંપનીએ કરી ડીલિસ્ટિંગની જાહેરાત, જાણો તમામ વિગતો
Delisting
| Updated on: Nov 22, 2023 | 1:53 PM

મેટલ સેક્ટરની કંપની લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જીએ ગઈકાલે એટલે કે, 21 નવેમ્બરના રોજ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા એટલે કે MSEમાંથી ડિલિસ્ટિંગ અંગેની માહિતી શેર કરી છે. સ્પોન્જ આયર્ન સેગમેન્ટની કંપનીએ શેરબજારને મોકલાવેલ જાણકારી અનુસાર તેમણે કહ્યું કે, આવતા મહિનાની શરૂઆતમાં મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા પર લિસ્ટેડ સ્ટોકને ડિલિસ્ટ કરશે. કંપનીએ MSE પર શેરમાં ટ્રેડિંગ બંધ કરવાની પણ માહિતી આપી છે.

કંપનીએ આપી આ માહિતી

બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપેલ માહિતીમાં, કંપનીએ કહ્યું કે MSE દ્વારા 21 નવેમ્બરના રોજ મળેલા પત્ર મુજબ, MSE પર 29 નવેમ્બર 2023થી કંપનીના શેરમાં ટ્રેડિંગ બંધ થઈ જશે. MSE પરના કેપિટલ માર્કેટ સેગમેન્ટમાંથી શેરને 6 ડિસેમ્બર, 2023 ના રોજ ડિલિસ્ટ કરવામાં આવશે. જો કે, શેર NSE અને BSE પર લિસ્ટેડ રહેશે અને શેરમાં ટ્રેડિંગ ચાલુ રહેશે.

શેર 6 ડિસેમ્બર 2023ના રોજ ડિલિસ્ટ કરવામાં આવશે

MSE દ્વારા આપવામાં આવેલી માહિતી મૂજબ MSE પર કંપનીના 50.48 કરોડ લિસ્ટેડ શેરને ડિલિસ્ટ કરવા માટેની અરજી પર વિચારણા કરવામાં આવી હતી અને અને તે અનુસાર શેર 6 ડિસેમ્બર, 2023ના રોજ ડિલિસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો : ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, આજે 4 આઇપીઓમાં રોકાણની તક મળશે

કેવા રહ્યા ત્રિમાસિક પરિણામો

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું સેલ્સ 1091 કરોડ રૂપિયા રહ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 62 ટકા વધારે છે. આ સાથે જ ક્વાર્ટરનો નફો ગયા વર્ષની સરખામણીમાં 142.7 કરોડ રૂપિયાથી વધીને 231 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષની સરખામણીમાં EBITDAમાં 81 ટકાનો વધારો થયો છે. સાથે જ EBITDA 169.5 કરોડ રૂપિયાથી વધીને 306 કરોડ રૂપિયા થયો છે.

ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની ખબરોથી વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો