Stock Market : સતત બે દિવસની નરમાશ બાદ બજારમાં તેજી દેખાઈ, SENSEX 52,152 સુધી ઉછળ્યો

|

Jun 10, 2021 | 10:15 AM

બે દિવસની નરમાશ બાદ શેરમાર્કેટ(Stock Market) માં આજે પ્રારંભિક કારોબારમાં સારી ખરીદી દેખાઈ રહી છે. શરૂઆતી કારોબાર બંને મુખ ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.

Stock Market : સતત બે દિવસની નરમાશ બાદ બજારમાં તેજી દેખાઈ, SENSEX 52,152 સુધી ઉછળ્યો
Stock Market

Follow us on

બે દિવસની નરમાશ બાદ શેરમાર્કેટ(Stock Market) માં આજે પ્રારંભિક કારોબારમાં સારી ખરીદી દેખાઈ રહી છે. શરૂઆતી કારોબાર બંને મુખ ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 52,150 ની ઉપર પહોંચ્યો હતો . એનએસઈ નિફ્ટી 15,700 ના સ્તરને નોંધાવી આગળ વધી રહ્યો છે. નિફ્ટીના મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ 1% વધ્યા છે.

 

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ – સવારે 10.10 વાગે 
બજાર         સૂચકઆંક             વધારો
સેન્સેક્સ      52,094.66    +153.02 
નિફટી        15,691.50      +56.15 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ગઈકાલે કારોબારના અંતે સેન્સેક્સ 333 અંક મુજબ 0.64% નીચે 51,941 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન ઇન્ડેક્સમાં 730 પોઇન્ટનો ઉતાર – ચઢાવ દેખાયો હતો. નિફ્ટી ઇન્ડેક્સમાં 104 અંક એટલે કે 0.67% ઘટાડો થયો હતો. સૂચકઆંક 15,635 પોઇન્ટ સુધી ગગડીને બંધ થયો હતો. નિફટી ટ્રેડિંગ દરમિયાન 15,800 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

આજે સેન્સેક્સે 150 પોઇન્ટની જોરદાર શરૂઆત આપી છે. પ્રારંભિક સત્રમાં વરુણ બેવરેજીસનો સ્ટોક 17% વધ્યો તો અદાણી પાવર 6% ઉછળ્યો છે. આજે બજારને રિયલ્ટી, મીડિયા અને મેટલ શેરોમાં ખરીદીથી ટેકો મળી રહ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ52,152.55 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 15,708.65 સુધી ઉપલું સ્તર દર્જ કરાવ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની ઊપર મજબૂતી જોવા મળી રહી છે.

આજે સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ દેખાઈ રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ સારા વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.05 ટકા મામૂલી ઉછાળાની સાથે 34,819.40 ના સ્તર પર દેખાયો હતો.

આજના શરૂઆંટી સત્રમાં ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં વધારાની સ્થિતિ જોવાને મળી છે. કરો એક નજર શરૂઆતી કારોબારના Gainers અને Losers ઉપર

દિગ્ગજ શેર
વધારો : જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા કંઝ્યુમર, શ્રી સિમેન્ટ, વિપ્રો, અદાણી પોર્ટ્સ અને ટેક મહિન્દ્રા
ઘટાડો : ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને બ્રિટાનિયા

મિડકેપ શેર
વધારો : અદાણી પાવર, સેલ, મેક્સ ફાઈનાન્શિયલ, આદિત્ય બિરલા ફેશન અને સીજી કંઝ્યુમર
ઘટાડો : ક્રિસિલ, પીએન્ડજી, ઑયલ ઈન્ડિયા, ભારત ફોર્જ અને નિપ્પોન

સ્મૉલકેપ શેર
વધારો : વરૂણ બેવરેજિસ, દ્વારિકેશ શુગર, એક્સિકેડ્સ ટેક્નોલૉજી, ઉત્તમ શુગર અને બીએફ યુટિલિટીઝ
ઘટાડો : તેજસ નેટવર્ક, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, એસેલિયા કાલે, ઈન્દ્રપ્રસ્થ અને 63 મૂનસ ટેક

 

Next Article