SBI એ IMPS પર લાગતા ચાર્જમાં કર્યો ફેરફાર, 1 ફેબ્રુઆરીથી થશે લાગુ

|

Jan 03, 2022 | 11:26 PM

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ જાહેરાત કરી કે તેણે મની ટ્રાન્સફર માટે IMPS ની લિમિટને તેની શાખાઓમાં વધારી દીધી છે. SBIની વેબસાઈટ મુજબ, 1 ફેબ્રુઆરી, 2022થી IMPS વ્યવહારો માટે નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે.

SBI એ IMPS પર લાગતા ચાર્જમાં કર્યો ફેરફાર, 1 ફેબ્રુઆરીથી થશે લાગુ
State Bank of India - File Photo

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India – SBI) એ જાહેરાત કરી કે તેણે મની ટ્રાન્સફર (money transfer) માટે ઈમીજીએટ પેમેન્ટ સર્વિસ (IMPS) ની લિમિટને તેની શાખાઓમાં વધારી દીધી છે. SBIની વેબસાઈટ મુજબ, 1 ફેબ્રુઆરી, 2022થી IMPS વ્યવહારો માટે નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે. તે 2 લાખથી 5 લાખ રૂપિયા છે. 2 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયાની વચ્ચેની રકમ માટે IMPS દ્વારા નાણાં મોકલવાનો ચાર્જ 20 રૂપિયા પ્લસ GST હશે.

IMPS એ બેંકો દ્વારા આપવામાં આવતી લોકપ્રિય પેમેન્ટ સર્વિસ છે, જેનાથી રિયલ ટાઈમમાં ઈન્ટર બેંક ફંડ ટ્રાન્સફર કરવાની પરવાનગી મળે છે, જે 24 X 7 ઉપલબ્ધ હોય છે. જેમાં રવિવાર અને રજાઓ સામેલ છે.

IMPS શું છે?

IMPS ને ઈમીજીએટ મોબાઇલ પેમેન્ટ સર્વિસ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, IMPS દ્વારા, તમે કોઈપણ ખાતાધારકને ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકો છો. આમાં પૈસા મોકલવાના સમય પર કોઈ પ્રતિબંધ નથી. તમે IMPS દ્વારા થોડીક સેકન્ડમાં, દિવસના 24 કલાક, અઠવાડિયાના સાતેય દિવસ ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમને જણાવી દઈએ કે ભારતમાં ઓનલાઈન બેંકિંગ દ્વારા ગમે ત્યાં, ગમે ત્યારે પૈસા મોકલી શકાય છે, પરંતુ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે.  ઓનલાઈન બેંકિંગમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની ત્રણ રીત છે, જેના દ્વારા રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. જેમાં IMPS, NEFT, RTGS ના નામ સામેલ છે.

તેનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આમાં ફંડ ટ્રાન્સફર કરવાથી તરત જ પૈસા ટ્રાન્સફર થાય છે. IMPS આખા વર્ષ દરમિયાન 24×7 ઉપલબ્ધ હોય છે. બીજી તરફ NEFT અને RTGS આ સુવિધા આપતા નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબરમાં IMPS સેવાને લઈને મોટી જાહેરાત કરી હતી. આ અંતર્ગત હવે ગ્રાહકો એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીના વ્યવહારો કરી શકશે. પહેલા આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી.

આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ નવા વર્ષ પર ગ્રાહકો માટે ખાસ ઓફર રજૂ કરી છે. લોકોને પર્સનલ લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડે છે, જેના કારણે તેઓ ઓછા વ્યાજ દરે પર્સનલ લોન શોધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને SBIએ તેના ગ્રાહકો માટે પ્રિ-અપ્રુવ્ડ પર્સનલ લોન ઓફર રજૂ કરી છે, જે ગ્રાહકો YONO એપ દ્વારા મેળવી શકે છે. બેંક ગ્રાહકોને પર્સનલ લોન પર વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને ઝીરો પ્રોસેસિંગ ફી પર લોન આપશે.

 

આ પણ વાંચો :  ડિસેમ્બરમાં થયો નિકાસમાં 37%નો વધારો, ત્રીજા ક્વાર્ટરમાં એક્સપોર્ટે બનાવ્યો રેકોર્ડ

Next Article