બજાર સામાન્ય ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 60,910 અને નિફ્ટી 18,122 પર બંધ, ટાઈટનનો શેર 2.75 ટકા ઉછળ્યો

Stock Market Highlights: બે દિવસની તેજી અટકી ગઈ હતી અને બજાર ફ્લેટ બંધ થયું હતું. સેન્સેક્સ 17 પોઈન્ટના ઘટાડા સાથે 60910 પર અને નિફ્ટી 9 પોઈન્ટના ઘટાડા સાથે 18122 પર બંધ રહ્યો હતું. ક્રૂડમાં વધારાને કારણે ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.

બજાર સામાન્ય ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 60,910 અને નિફ્ટી 18,122 પર બંધ, ટાઈટનનો શેર 2.75 ટકા ઉછળ્યો
Stock Market Highlights
| Edited By: | Updated on: Dec 28, 2022 | 4:20 PM

Stock Market Highlights: આજે શેરબજારમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 17 પોઈન્ટના ઘટાડા સાથે 60910 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 9 પોઈન્ટના ઘટાડા સાથે 18122 પર બંધ રહ્યો હતો. ક્રૂડમાં વધારાને કારણે ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ, મીડિયા અને ઓટો ઈન્ડેક્સમાં ખરીદી થઈ હતી. સેન્સેક્સના ટોપ-30માં 14 શેરો ઉછાળા સાથે અને 16 શેરો નુકસાન સાથે બંધ થયા છે.

ટાઇટનમાં 2.75 ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો હતો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવરગ્રીડ, મારુતિ સુઝુકી, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા અને એશિયન પેઈન્ટ્સમાં તેજી જોવા મળી હતી. ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ટાટા સ્ટીલ આજે ઘટ્યા હતા. ગઈ કાલે ટાટા સ્ટીલના શેરમાં 6 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. ડોલર સામે રૂપિયો પણ 82.85 પર ફ્લેટ રહ્યો હતો.

આજે સવારે બજાર કેવી રીતે ખુલ્યું

આજે સવારે બજાર ખુલ્યું ત્યારે વૈશ્વિક બજારમાં સુસ્તીની અસર જોવા મળી હતી. સેન્સેક્સ 115 પૉઇન્ટના ઘટાડા સાથે 60811ના સ્તરે અને નિફ્ટી 47 પૉઇન્ટના ઘટાડા સાથે 18084ના સ્તરે ખૂલ્યો હતો. બેન્ક નિફ્ટીએ 126 પોઈન્ટનો ઘટાડો નોંધાવ્યો હતો અને 42733ના સ્તરે ખુલ્યો હતો.

સેન્સેક્સના આ 5 શેરોમાં આજે સૌથી વધુ ઘટાડો થયો હતો

બીજી તરફ સેન્સેક્સના કુલ 16 શેરો આજે ઘટીને બંધ રહ્યા હતા. આમાં પણ ભારતી એરટેલમાં સૌથી મોટો 1.44%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ પણ આજે 0.87 ટકાથી 1.10 ટકા સુધીના ઘટાડા સાથે બંધ થયા હતા.

2039 શેર ઉછાળા સાથે બંધ થયા

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં આજે 3,629 શેરનું ટર્નઓવર જોવા મળ્યું હતું. તેમાંથી 2,080 શેર આજે ઉછાળા સાથે બંધ થયા હતા. તે જ સમયે, 1,398 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 151 શેરો કોઈ પણ ઉતાર-ચઢાવ વિના સપાટ બંધ રહ્યા હતા.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.