Success Story: અખબારો વેચીને મહિને 250 કમાતો સિડ નાયડુ આજે છે કરોડોની ફેશન કંપનીનો છે માલિક, જાણો કોણ છે?

એક સમયે ઘરે-ઘરે અખબાર વેચનાર, સિડ તેના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો અને આ પ્રયાસથી તે આજે કરોડો રૂપિયાની કંપનીનો માલિક બન્યો. આજે સિડ નાયડુને કોઈ પરિચયની જરૂર નથી.

Success Story: અખબારો વેચીને મહિને 250 કમાતો સિડ નાયડુ આજે છે કરોડોની ફેશન કંપનીનો છે માલિક, જાણો કોણ છે?
Sid Naidu success story
| Edited By: | Updated on: Jul 05, 2023 | 4:03 PM

Sid Naidu:  કહેવાય છે ને કે સતત પ્રયત્નો કરનાર વ્યક્તિની ક્યારેય હાર થતી નથી. ઘણી કોશિશ કર્યા બાદ જો સફળતા ના મળે તો લોકો હાર માની લે છે અને તે કામ મુકી દે છે. ત્યારે ઘણી વખત નિષ્ફળતા મળતા વ્યક્તિ હિંમત હારી જાય છે પરંતુ કહેવાય છે કે જે આવી પરિસ્થિતિમાં ટકી રહે છે તે જ ઇતિહાસ રચે છે. આવી જ કહાની છે સિડ નાયડુની, જે નિષ્ફળતા બાદ પણ પરિસ્થિતિ સામે ઝૂક્યા નહીં અને આજે કરોડોની કંપનીના માલિક છે.

કોણ છે સિડ નાયડુ?

એક સમયે ઘરે-ઘરે અખબાર વેચનાર, સિડ તેના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો અને આ પ્રયાસથી તે આજે કરોડો રૂપિયાની કંપનીનો માલિક બન્યો. આજે સિડ નાયડુ કોઈ પરિચય પર આધારિત નથી. સિડ પ્રોડક્શનના સ્થાપક સિડ નાયડુએ મુશ્કેલીઓનો સામનો કર્યો આ સમયે ઘણી નિષ્ફળતા મળી પણ હાર ન માની અને પ્રયાસ કરતા રહ્યા.

બેંગ્લોરમાં રહેતા સિડ નાયડુ સિડ પ્રોડક્શનના નામથી પોતાનું એડવર્ટાઈઝિંગ અને મીડિયા પ્રોડક્શન હાઉસ ચલાવી રહ્યો છે. તેમનું પ્રોડક્શન હાઉસ આજે મોટી બ્રાન્ડ માટે શૂટ અને માર્કેટિંગ ઝુંબેશ ચલાવે છે. તેમનો બિઝનેસ કરોડોમાં છે. હાલમાં જ તેના બિઝનેસનું ટર્નઓવર 4 કરોડનું છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે સિડ જે કરોડોનો બિઝનેસ ચલાવી રહ્યો છે તે માત્ર 10મું ધોરણ પાસ છે.

અખબારો વેચીને રોજના 250 રુપિયા કમાતા

વર્ષ 2007માં પિતાના અવસાન બાદ પરિવારની સમગ્ર જવાબદારી માતાના ખભા પર આવી ગઈ. માતા દર મહિને માત્ર 1500 રૂપિયા કમાતી હતી. પરિવાર અને માતાને ટેકો આપવા માટે, સિડે સમાચારપત્ર વેચવાનું શરૂ કર્યું. શાળાએ જતા પહેલા તે ઘરે ઘરે અખબારો વહેંચવા જતો હતો. તે આ કામમાંથી 250 રૂપિયા કમાઈ લેતો હતો. પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે પોતાનો અભ્યાસ પૂરો કરી શકે. તેથી જ દસમા પછી સિડને ઓફિસમાં ઓફિસ બોય તરીકે નોકરી મળી. તેને 3000 રૂપિયા પગાર મળતો હતો, જે તે તેની માતાને ઘરખર્ચ ચલાવવા આપી દેતો.

કેવી રીતે બન્યો કરોડોની કંપનીનો માલિક?

સિડ બાળપણથી જ ઉત્સાહી હતો. જ્યારે તેના પરિવાર પર તેના પિતાના અવસાન બાદ આફત આવી પડી ત્યારે તેણે પોતાના પરિવારને ને ગરીબીમાંથી બહાર તમામ કોશિસ કરી. સિડ હંમેશા ફેશનને લગતા કામમાં ખુબ રસ દાખવતો. તેણે ઓફિસ બોય તરીકેની નોકરી છોડી દીધી અને કોફી હાઉસમાં વેઈટર તરીકે જોડાયો. આ પછી તેણે બેંગ્લોરના એક મોલમાં રિટેલ સ્ટોરમાં નોકરી શરૂ કરી. મોલમાં કામ કરતી વખતે તેણે ફેશન, ઈવેન્ટ્સ વિશે પોતાના જ્ઞાનમાં વધારો કર્યો. તેના વિશે માહિતી એકઠી કરી. આ નોકરી દરમિયાન તે ફેશન અને ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો સાથે પરિચિત થવા લાગ્યો. ધીમે ધીમે સિડ પણ ફેશનની દુનિયાને સમજવા લાગ્યો અને સિડે આ ફિલ્ડમાં કામ કરવાનું નક્કી કર્યું.

કરોડોમાં ટર્નઓવર

સિડનો પહેલો પ્રોજેક્ટ ફેશન ઈ-કોમર્સ કંપની Myntra માટે હતો. ધીમે ધીમે તેણે એમેઝોન, ફ્લિપકાર્ટ, ગ્લોબલ દેસી, યુએસ પોલો, વિવો, ડાબર, ફ્લાઈંગ મશીન સહિતની વિવિધ કંપનીઓ માટે ફેશન શૂટ, સ્ટોર લોન્ચ અને ઈન્ફ્લુએન્સર ઈવેન્ટ્સ કરવાનું શરૂ કર્યું. આ સિવાય તેની પાસે એક વેડિંગ પ્લાનર કંપની બનાના લીફ પણ છે, જે લગ્નનું આયોજન કરે છે. સિડ પ્રોડક્શનનું ટર્નઓવર રૂ.4 કરોડને વટાવી ગયું છે. આજે સિડ ફેશન ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.