શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે પ્રથમ ખેડૂત ટ્રેન,નાસિકથી પટના સુધીનાં ખેડુતોને પહોચાડશે ફાયદો,વાંચો ટ્રેનની ખાસિયત

|

Aug 06, 2020 | 6:06 PM

શુક્રવારે સવારે 11 વાગ્યે રેલ મંત્રી પિયુષ ગોયલ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર અક વિડિયો લિંકનાં માધ્યમથી દેશની પ્રથમ ખેડુત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ ખેડુત સ્પેશ્યલ પાર્સલ ટ્રેન મહારાષ્ટ્રનાં દેવલાલી સ્ટેશનથી બિહારનાં દાનાપુર માટે રવાના થશે. કેવી હશે ખેડુત ટ્રેન ખેડુત ટ્રેનમાં ફ્રોઝન કન્ટેનર હશે કે જેમાં જલ્દીથી નાશ ન પામનારા ઉત્પાદનો […]

શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે પ્રથમ ખેડૂત ટ્રેન,નાસિકથી પટના સુધીનાં ખેડુતોને પહોચાડશે ફાયદો,વાંચો ટ્રેનની ખાસિયત
http://tv9gujarati.in/shukrvar-thi-sha…-ne-madshe-laabh/

Follow us on

શુક્રવારે સવારે 11 વાગ્યે રેલ મંત્રી પિયુષ ગોયલ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર અક વિડિયો લિંકનાં માધ્યમથી દેશની પ્રથમ ખેડુત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે. આ ખેડુત સ્પેશ્યલ પાર્સલ ટ્રેન મહારાષ્ટ્રનાં દેવલાલી સ્ટેશનથી બિહારનાં દાનાપુર માટે રવાના થશે.

કેવી હશે ખેડુત ટ્રેન

ખેડુત ટ્રેનમાં ફ્રોઝન કન્ટેનર હશે કે જેમાં જલ્દીથી નાશ ન પામનારા ઉત્પાદનો બજાર સુધી મોકલવામાં આવશે. ખેડૂત ટ્રેનથી તેમની આવક ડબલ થઈ જવાની આસા સેવવવામાં આવી રહી છે. આનાથી જલ્દીથી ખરાબ થઈ જનારા કૃષિ ઉત્પાદનો જેવા કે શાકભાજી, ફળ તથા દુધ, માસ,માછલીને ઓછા સમયમાં બજારમાં ઝડપથી પહોચાડી શકાશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સપ્તાહમાં એક દિવસ ચાલશે ખેડૂત ટ્રેન

આ ખેડૂત ટ્રેન ગાલમાં માત્ર સપ્તાહમાં એક જ દિવસ ચાલશે. ટ્રેન મહારાષ્ટ્રનાં દેવલાલીથી સવારે 11 વાગ્યે ચાલશે અને બીજે દિવસે સાંજે 6.45 વાગ્યે બિહારનાં દાનાપુર પહોચશે. ખેડુત ટ્રેન આ અંતર માટે 1519 કિલોમીટર,31 કલાક અને 45 મિનિટમાં પુરી કરશે. ખેડુત ટ્રેનની જાહેરાત આ વર્ષનાં બજેટમાં કરવામાં આવી હતી કે જેનો હેતુ ખેડૂતોનો સમય બચે અને તેમના જલદી ખરાબ થઈ જનારા ઉત્પાદનો બજારમાં પહોચી શકે.

લાખો ખેડુતોને મળશે લાભ

સેન્ટ્રલ રેલવે ઝોનમાં ચાલવા જઈ રહેલી આ ટ્રેન ભુસાવળ ડિવિઝનમાં આવનારા ખેડુતોને લાભ આપશે કેમકે આ કૃષિ પ્રધાન વિસ્તાર છે જે અંતર્ગત આવનારા નાસિક અને આસપાસનાં વિસ્તારોમાં મોટા પાયા પર શાકભાજી ,ફળ,ફૂલ,કાંદાની ખેતી થાય છે. આ વસ્તુઓને વધારે પડતું પટણા,અલ્હાબાદ,કટની અને સતનામાં મોકલવામાં આવે છે

ખેડુત ટ્રેનનાં સ્ટોપેજ

દેવલાલીથી ચાલનારી ખેડૂત ટ્રેનનું સ્ટોપેજ સિકરોડ, મનમાડ,જલગાંવ, ભુસાવળ,બુરહાનપુર, ખંડવા, ઈટારસી, જબલપુર, સતના, કટની, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, મુગલસરાય અને બકસર હશે અને ત્યાર બાદ તેદાનાપુર પહોચશે. રેલવે ખેડૂતો અને તેની સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ સાથે વાત કરીને ખેડૂત ટ્રેન વિશેની માહિતિ પહોચાડી રહી છે કે જેથી કરીને તેનો વધારેમાં વધારે લાભ ખેડૂતો લઈ શકે.

Published On - 5:23 pm, Thu, 6 August 20

Next Article