મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ થશે આ ખાસ બિલ, બેરોજગાર યુવાનોને મહિને 5 હજાર રૂપિયા આપવાની ભલામણ

|

Dec 25, 2021 | 10:36 PM

શિવસેના ધારાસભ્યએ કહ્યું કે દેશમાં નોકરીઓની સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે. દર વર્ષે 1.60 કરોડથી વધુ યુવાનો ગ્રેજ્યુએટ થાય છે. પરંતુ મુશ્કેલીથી 15થી 20 લાખ લોકોને રોજગાર મળે છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ થશે આ ખાસ બિલ, બેરોજગાર યુવાનોને મહિને 5 હજાર રૂપિયા આપવાની ભલામણ
Symbolic Image

Follow us on

શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ અબિટકર (Shivsena MLA Prakash Abitkar) મહારાષ્ટ્ર વિધાનસભામાં ખાનગી સભ્ય બિલ રજૂ કરશે. આ બિલમાં રાજ્યના બેરોજગાર યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું આપવાની ભલામણ કરવામાં આવી છે. બિલમાં બેરોજગાર યુવાનોની (Employed Youth) વ્યાખ્યા કરવામાં આવી છે અને ભથ્થા યોજના સાથે આગળ વધવા માટે સંગઠનાત્મક માળખું પણ સૂચવવામાં આવ્યું છે. 

 

શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ અબિટકરે મીડિયાને જણાવ્યું હતું કે તમામ રાજકીય પક્ષોએ 2019ની ચૂંટણી માટે તેમના મેનિફેસ્ટોમાં બેરોજગારી ભથ્થાનું વચન આપ્યું હતું. એટલા માટે તેઓ કંઈ અલગ નથી કરી રહ્યા, તેઓ માત્ર આ મુદ્દાને આગળ વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મુદ્દો આજના સમયમાં સૌથી વધુ દબાણ બનાવનારો ​​મુદ્દો છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

 

 

પ્રાઈવેટ મેમ્બર બિલમાં (Private Member Bill) બેરોજગાર વ્યક્તિને મહારાષ્ટ્રના રહેવાસી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે અને કામ કરવા માંગે છે. પરંતુ તેની પાસે કોઈ નોકરી નથી. બિલમાં કહેવામાં આવ્યું છે કે બેરોજગારી ભથ્થા માટે પાત્ર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

 

 

એવું પણ કહેવામાં આવ્યું છે કે પાત્ર વ્યક્તિએ મહારાષ્ટ્ર રોજગાર કચેરીમાં નોંધણી કરાવેલી હોવી જોઈએ. જો નોંધણીના ત્રણ મહિના પછી પણ કોઈ રોજગાર ઉપલબ્ધ ન હોય તો તે વ્યક્તિ રોજગાર ભથ્થા માટે પાત્ર છે. પાત્ર વ્યક્તિની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 10મી પાસ હોવી જોઈએ. તેમજ તેના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધુ ન હોવી જોઈએ.

 

 

રાજ્યના રોજગાર અને સ્વ-રોજગાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવશે બેરોજગારી ભથ્થાની યોજના

વિધાનસભામાં રજૂ થનારા બિલ મુજબ રાજ્યના રોજગાર અને સ્વ-રોજગાર વિભાગ દ્વારા બેરોજગારી ભથ્થાની યોજના તૈયાર કરવામાં આવશે. દરેક જિલ્લા મુખ્યાલય પર રાજ્ય સ્તરનું કેન્દ્ર હશે. દરેક તાલુકામાં પેટા શાખા હશે. શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ અબિટકરે કહ્યું કે મહારાષ્ટ્રમાં રોજગાર કચેરીઓમાં લગભગ 45 લાખ લોકો નોંધાયેલા છે. તેમણે કહ્યું કે જે લોકો નોંધાયેલા નથી તેમની સંખ્યા કરોડોમાં છે.

 

‘નોકરીની સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે’

શિવસેના ધારાસભ્યએ કહ્યું કે દેશમાં નોકરીઓની સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે. દર વર્ષે 1.60 કરોડથી વધુ યુવાનો ગ્રેજ્યુએટ થાય છે. પરંતુ મુશ્કેલીથી 15થી 20 લાખ લોકોને રોજગાર મળે છે. તેમણે કહ્યું કે જો યુવાનોને રોજગાર ન મળે તો યુવાનો ગુનાહિત પ્રવૃતિ તરફ આગળ વધવા લાગે છે. એટલા માટે એ જરૂરી છે કે જ્યાં સુધી તેઓને નોકરી ન મળે ત્યાં સુધી તેમને અમુક રકમ આપવામાં આવે.

 

 

આ પણ વાંચો :  મહિલાઓના સન્માનને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, પરવાનગી વગર મહિલાને સ્પર્શ કરવો ગુનો

Next Article