Share Market: શેરબજારમાં નોંધાયો નવો રેકોર્ડ, રોકાણકારોએ 6 કલાકમાં 3.31 લાખ કરોડ રૂપિયાની કરી કમાણી

|

Sep 11, 2023 | 5:31 PM

Share Market Update:સોમવારે, 11 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારો સતત 7માં દિવસે ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. આ વધારા સાથે સેન્સેક્સ અને નિફ્ટી અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. નિફ્ટી પ્રથમ વખત 20,000 ની નજીક બંધ થયો હતો. તેના કારણે આજે રોકાણકારોને લગભગ 3.31 લાખ કરોડ રૂપિયાની બમ્પર આવક થઈ છે.

Share Market: શેરબજારમાં નોંધાયો નવો રેકોર્ડ, રોકાણકારોએ 6 કલાકમાં 3.31 લાખ કરોડ રૂપિયાની કરી કમાણી
Share Market Update

Follow us on

Share Market Update: સોમવારે, 11 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારો સતત 7માં દિવસના ઊંચા સ્તરે બંધ રહ્યા હતા. આ વધારા સાથે સેન્સેક્સ અને નિફ્ટી અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. નિફ્ટી પ્રથમ વખત 20,000 ની નજીક બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સે ફરી 67,000ની સપાટી હાંસલ કરી છે. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. તમામ ક્ષેત્રીય સૂચકાંકો પણ લીલા નિશાનમાં રહ્યા હતા. સર્વિસ, ટેલિકોમ્યુનિકેશન,યુટિલિટી અને પાવર શેરોમાં મહત્તમ વધારો જોવા મળ્યો હતો. જેના કારણે આજે શેરબજારમાં રોકાણકારોએ લગભગ રૂ. 3.31 લાખ કરોડની બમ્પર કમાણી કરી હતી.

આ પણ વાંચો : Nifty: G20 બાદ શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, નિફ્ટી પહેલીવાર 20,000 ને પાર, સેન્સેક્સ 67,127.08 પોઈન્ટ પર બંધ રહ્યો

કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરો વાળા સૂચકાંક સેન્સેક્સ 528.17 પોઈન્ટ અથવા 0.79 ટકાના વધારા સાથે 67,127.08 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો 50 શેરવાળો સૂચકાંક નિફ્ટી 176.40 પોઈન્ટ અથવા 0.89 ટકાના વધારા સાથે 19,996.35 પર બંધ થયા હતા.

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.31 લાખ કરોડનો વધારો થયો

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે 11 સપ્ટેમ્બરના રોજ વધીને રૂ. 324.25 લાખ કરોડ થઈ છે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 3.31 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 3.31 લાખ કરોડનો વધારો થયો છે.

સેન્સેક્સના 5 સૌથી વધુ વધતા શેરો

શેરબજારમાં આજના ઉછાળાનો અંદાજ આના પરથી લગાવી શકાય છે, આજે સેન્સેક્સમાં સમાવિષ્ટ કુલ 30 શેરોમાંથી 28 શેર ઉછાળા સાથે બંધ થયા છે. આમાં પણ પાવર ગ્રીડના શેરમાં સૌથી વધુ 2.18 %નો વધારો થયો હતો. આ સિવાય એક્સિસ બેંક, મારુતિ સુઝુકી, એચસીએલ ટેક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ના શેર આજે ઉછળ્યા હતા અને 1.99% થી 1.39% સુધીના વધારા સાથે બંધ થયા હતા.

સેન્સેક્સના માત્ર 2 શેર જ ઘટ્યા હતા

જ્યારે સેન્સેક્સના માત્ર 2 શેર આજે લાલ નિશાનમાં બંધ થયા હતા. આમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના શેર 0.27 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યું. જ્યારે બજાજ ફાઈનાન્સનો શેર 0.22 ટકાની નબળાઈ સાથે બંધ થયો હતો.

2,300 શૅર વધ્યા હતા

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે ઉછાળા સાથે બંધ થતા શેરોની સંખ્યા વધુ હતી. એક્સચેન્જમાં આજે કુલ 3,942 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 2,114 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 1,658 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 170 શેર કોઈ વધઘટ વગર ફ્લેટ બંધ થયા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 370 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 17 શેર તેમની 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:31 pm, Mon, 11 September 23

Next Article