Share market today : આજે શેરબજારમાં આ Stocks માં છે કમાણીની તક, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર્સ ?

|

Jun 11, 2021 | 8:04 AM

Share market today : સતત બે દિવસના ઘટાડા પછી શેરબજાર ગુરુવારે વધારો દર્જ કરી બંધ થયું હતું.આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારની દિશા શું રહેશે અને કયા શેરો ઉપર નજર રાખવી જોઈએ જાણવાનો પ્રયાસ કરીએ...

Share market today : આજે શેરબજારમાં આ Stocks માં છે કમાણીની તક, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ શેર્સ ?
Symbolic Image

Follow us on

Share market today : સતત બે દિવસના ઘટાડા પછી શેરબજાર ગુરુવારે વધારો દર્જ કરી બંધ થયું હતું. ગુરુવારે સેન્સેક્સ 358 પોઇન્ટના વધારા સાથે 52300 ના સ્તર પર બંધ રહ્યું અને નિફ્ટીએ 102 પોઇન્ટનો સુધારો કર્યો હતો. આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારની દિશા શું રહેશે અને કયા શેરો ઉપર નજર રાખવી જોઈએ જાણવાનો પ્રયાસ કરીએ…

Adani Group: અહેવાલ છે કે અદાણી ગ્રૂપ તેના એરપોર્ટના વ્યવસાયને અદાણી એન્ટરપ્રાઇઝથી અલગ કરવા વિચારી રહ્યો છે અને તેની સાથે અદાણી એરપોર્ટનો IPO પણ લાવવામાં આવશે. આ સિવાય અદાણી વિલ્મરના 1 કરોડ ડોલરના આઈપીઓના સમાચાર પણ સામે આવ્યા છે. આ અહેવાલો બાદ અદાણી ગ્રુપની છ લિસ્ટેડ કંપનીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. આજે પણ આ છ શેરો પર નજર રાખી શકાય તેમછે. આ છ કંપનીઓ – અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને સેઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જી છે.

Bata India: માર્ચ ક્વાર્ટરમાં Bata Indiaના નબળા પરિણામો છતાં શેરમાં આશરે 5 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ત્રિમાસિક ગાળાના આધારે વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો 23.20 ટકા ઘટીને 29.4 કરોડ રહ્યો છે. આવકમાં 9.9 ટકાનો ઘટાડો થયો હતો અને તે 590 કરોડ રહ્યો હતો. કંપની દ્વારા શેર દીઠ રૂ 4 નું ડિવિડન્ડ આપવામાં આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Gail India : માર્ચ ક્વાર્ટરમાં ગેઇલ ઇન્ડિયાના પરિણામો ઉત્તમ રહ્યા છે. વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો 28% વધીને 1908 કરોડ રૂપિયા રહ્યો છે. જોકે આવકમાં 0.10 ટકાનો ઘટાડો થયો હતો અને તે 15449 કરોડ રૂપિયા હતી.

Mazagon Dock : મેઝગાવ ડોક શિપબિલ્ડર્સના માર્ચ ક્વાર્ટરનું પરિણામ ઉત્તમ રહ્યું છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ 231 કરોડનો નફો કર્યો છે. માર્ચ 2020 માં કંપનીને માત્ર 41.55 કરોડનો નફો થયો હતો. ઓપરેટિંગ રેવન્યુમાં 6 ટકાનો વધારો થયો છે અને તે 1105 કરોડ રહ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક રૂ 1378 કરોડ હતી. ગુરુવારે શેરમાં 2.19 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

Yes Bank : યસ બેન્ક બોર્ડે ડેટ સિક્યોરિટીઝની મદદથી 10,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગુરુવારે શેર 3.17 ટકા વધ્યો હતો. છેલ્લા બે અઠવાડિયાથી આ શેર ગ્રીન માર્ક પર બંધ થઈ રહ્યો છે. બેન્કના સ્ટોકે ગયા સપ્તાહે 6.55 ટકા અને તેનાથી અગાઉના અઠવાડિયામાં 3 ટકા રિટર્ન આપ્યું હતું.

Century Plyboards : માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 115 કરોડના ઉછાળા સાથે 83 કરોડ રહ્યો છે. ઓપરેશન્સમાંથી ચોખ્ખી આવક 41 ટકા વધીને 738 કરોડ રહી છે. કંપની દરેક પ્રોડક્ટ સેગમેન્ટમાં સારું પ્રદર્શન કરી રહી છે. ગુરુવારે તેનો શેર 5 ટકા વધ્યો હતો.

Next Article