
કોરોનાના બીજા સ્ટ્રેઇનના મામલાઓમાં ચિંતાજનક વૃદ્ધિને પગલે શેરબજાર(Share Market)માં ભારે ઘટાડો થયો છે. સેન્સેક્સ 882 અંક તૂટીને 47,949 પર બંધ રહ્યો હતો તો એ જ રીતે નિફ્ટીએ 258 પોઇન્ટ ઘટીને 14,359 ની સપાટીએ કારોબાર સમાપ્ત કર્યો હતો.આજે સવારે સેન્સેક્સ 891.22 પોઇન્ટના ઘટાડા સાથે 47,940 પર અને નિફ્ટી 311.25 પોઇન્ટના ઘટાડા સાથે 14,306 પર ખુલ્યા હતા.
ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર સૂચકઆંક ઘટાડો
સેન્સેક્સ 47,949.42 −882.61 (1.81%)
નિફટી 14,359.45 −258.40 (1.77%)
SENSEXમાં 30 માંથી 28 સેન્સેક્સ શેર લાલ નિશાનમાં બંધ થયા છે જેમાં પાવર ગ્રીડ ટોપ લોસર રહ્યો છે. શેર 4.2% ની નીચે રૃપિયા 201 પર બંધ થયો છે. ઈન્ડસઇન્ડ બેન્ક અને ઓએનજીસીના શેરમાં પણ 4% ઘટાડો થયો છે. બીજી તરફ ડો રેડ્ડીઝ અને ઇન્ફોસિસના શેર વૃદ્ધિ દર્જ કરી બંધ થયા છે.
બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં રોકાણકારોએ સૌથી વધુ શેર વેચ્યા હતા. નિફ્ટી બેંક ઈન્ડેક્સ 2.4% એટલે કે 769 પોઇન્ટ ઘટીને 31,208 પર બંધ રહ્યો છે. એ જ રીતે ઓટો ઇન્ડેક્સ પણ 2.8% નીચે બંધ થયો છે. આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.93 ટકા સુધી લપસીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.12 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.64 ટકા ઘટીને બંધ થયા છે.
BSE માં 3,172 શેરમા વેપાર થયો હતો જેમાંથી 2,195 ઘટ્યા છે તો 774 શેર વધ્યા છે. ભારે ઘટાડાને લીધે એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ઘટાડાના પગલે રૂ 201.75 લાખ કરોડ થઈ ગઈ છે જે શુક્રવારે 205.23 લાખ કરોડ રૂપિયા હતી.
આ અગાઉ શુક્રવારે સેન્સેક્સ 28.35 અંક વધીને 48,832.03 ના સ્તર પર અને નિફ્ટી 36.40 પોઇન્ટના સુધારે 14,617.85 ના સ્તર પર બંધ થયા છે.
SENSEX
Open 47,940.81
High 48,020.79
Low 47,362.71
NIFTY
Open 14,306.60
High 14,382.30
Low 14,191.40
Published On - 4:43 pm, Mon, 19 April 21