નિફ્ટી ફ્યુચર્સમાં ફ્લેટ ટ્રેન્ડ હોવા છતાં, સોમવારે સ્થાનિક શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. BSE સેન્સેક્સ 200.86 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 66,799.77 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 70.90 પોઈન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 19,890.85 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આજે શરૂઆતના વેપારમાં, IRCON ઇન્ટરનેશનલના શેર 11 ટકા સુધીના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી પર શરૂઆતના ટ્રેડિંગમાં અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ્સના શેરમાં લગભગ બે ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ઈન્ફોસિસમાં મામૂલી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો : 5 દિવસ માટે સસ્તું થશે સોનું, આ રીતે ખરીદશો તો મળશે વધુ ડિસ્કાઉન્ટ
આજે BSE સેન્સેક્સ પર ટાટા મોટર્સનો શેર 1.11 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે એનટીપીસી, એચસીએલ ટેક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, એશિયન પેઈન્ટ્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, L & T ટુબ્રો, સન ફાર્મા, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેંક, મારુતિ, ટીસીએસ, પાવરગ્રીડ, જેએસડબલ્યુ સ્ટીલ. એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ICICI બેન્કના શેરમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સ પર આજે ઈન્ફોસિસ, ટાઈટન, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, ભારતી એરટેલ અને ઈન્ડસઈન્ડ બેંકના શેર લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
NSE IX પર ગિફ્ટ નિફ્ટી 7.5 પોઈન્ટ અથવા 0.04 ટકાના મામૂલી ઘટાડા સાથે 19,930.50 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સૂચવે છે કે દલાલ સ્ટ્રીટની શરૂઆત સપાટ થઈ શકે છે. જોકે, પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 19,880 પોઈન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
સોમવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તેનું કારણ એ છે કે રોકાણકારો અમેરિકાના ફુગાવાના દરના ડેટાની રાહ જોઈ રહ્યા છે. આ ડેટા આ અઠવાડિયે આવવાનો છે. આ નક્કી કરશે કે ફેડરલ રિઝર્વ આગામી સમયમાં વ્યાજદર વધારશે કે ઘટાડશે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.