Sensex and Nifty touch all-time highs : જોરદાર ખરીદીના પગલે શેરબજારે વિક્રમી સપાટી દર્જ કરી, બંને મુખ્ય ઇન્ડેક્સમાં અડધા ટકાનો વધારો

|

Jun 11, 2021 | 10:36 AM

શેરબજાર(Stock Market)માં આજે પ્રારંભિક કારોબાર દરમ્યાન સેન્સેક્સ અને નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી ( Sensex and Nifty touch all-time highs)દર્જ કરી છે.

Sensex and Nifty touch all-time highs : જોરદાર ખરીદીના પગલે  શેરબજારે વિક્રમી સપાટી દર્જ કરી, બંને મુખ્ય ઇન્ડેક્સમાં અડધા ટકાનો વધારો
SENSEX All Time High Today

Follow us on

શેરબજાર(Stock Market)માં આજે પ્રારંભિક કારોબાર દરમ્યાન સેન્સેક્સ અને નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી ( Sensex and Nifty touch all-time highs)દર્જ કરી છે. બંને ઇન્ડેક્સ કારોબાર શરૂ થવાના ગણતરીના સમયમાં ૫૨ અઠવાડિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. ભારતીય શેર બજારમાં સારી ખરીદારીના પગલે શરૂઆત તેજી સાથે થઇ છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી અડધા ટકાનો વધારો સૂચવી રહ્યા છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦.૧૫ વાગે
બજાર          સૂચકઆંક        વૃદ્ધિ
સેન્સેક્સ    52,537.04   +236.57 
નિફટી      15,813.15     +75.40 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શરૂઆતી સત્રમાં  સેન્સેક્સ 52,626.64 અને નિફટી 15,835.55 સુધી ઉછળ્યા હતા. આ બંને સ્તર શેરબજારના બંને ઇન્ડેક્સના 52 સપ્તાહના સર્વોચ્ચ સ્તર છે.

શરૂઆતી સત્રમાં નિફ્ટીનું મિડ કેપ ઈન્ડેક્સ લગભગ અડધા ટકાનો ઉછાળો છે. નિફટી સ્મોલ કેપ ઈન્ડેક્સમાં આશરે 0.75% ની મજબૂતી દેખાઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીએ તેજીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સે 16 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ સ્થાપિત સર્વોચ્ચ સ્તરનો રેકોર્ડ તોડ્યો છે. નિફ્ટી પણ 15,800 ને પાર કરી ગયો છે. મિડકેપ ઇન્ડેક્સ રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે છે.

આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર બજારોએ જોરદાર શરૂઆત આપી હતી. બીએસઈ સેન્સેક્સ 177 પોઇન્ટના ઉછાળા સાથે 52,477 પોઇન્ટ પર ખુલ્યો છે તો બીજી તરફ નિફ્ટી 60 અંકના વધારા સાથે 15,796 પોઇન્ટ સાથે શરૂ થયો હતો.આ અગાઉ છેલ્લા સત્રમાં ગુરુવારે કારોબારના અંતે સેન્સેક્સ 359 અંક એટલે કે 0.68% વધીને 52300 પોઇન્ટ પર બંધ થયો હતો જયારે નિફ્ટીએ 102 પોઇન્ટ મુજબ 0.65% વધીને 15,738 કારોબાર પૂર્ણ કર્યો હતો.

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ 10 જૂને, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 1329.7 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી. વેપારમાં તેમણે જેટલા શેર્સ વેચ્યા છે તેના કરતા વધારે કિંમતના શેર ખરીદ્યા હતા. બીજીતરફ ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ 575.19 કરોડના શેર વેચ્યા છે.

વૈશ્વિક બજારના આજે સારા સંકેત માનવામાં આવી રહ્યા છે. અમેરિકાના બજારોની વાત કરીએતો ઉપલા સ્તરેથી ડાઓ જોન્સ 270 પોઇન્ટ ઘટીને નજીવી તેજી સાથે બંધ રહ્યો છે. S&P 500ની રેકોર્ડ ક્લોઝિંગ રહી હતી તો ટેક શેર્સમાં ખરીદદારીથી નાસ્ડેકને ટેકો મળશે. અમેરિકામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ ઘટીને 1.43 ટકા પર પહોંચ્યા છે.

આજે એશિયન બજારોમાં પ્રારંભિક સારો કારોબાર જોવા મળી રહ્યો છે. SGX Nifty માં વૃદ્ધિ જોવા મળી છે. નિક્કી લગભગ 0.12 ટકાના મામૂલી ઘટાડા સાથે 28,923.30 ની આસપાસ કારોબાર કરતો નજરે પડ્યો હતો . હેંગસેંગ અને કોસ્પીમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે શાંઘાઈ કમ્પોઝિટ નરમાશ સાથે કારોબાર કરી રહ્યું છે.

આજના પ્રારંભિક કારોબારની હાઇલાઇટ્સ
SENSEX
Open               52,477.19
High                52,626.64
Low                52,472.90
52-wk high   52,626.64

NIFTY
Open                15,796.45
High                 15,835.55
Low                  15,781.45
52-wk high   15,835.55

Published On - 10:27 am, Fri, 11 June 21

Next Article