Semiconductor Crisisએ તોડી ઓટો સેક્ટરની કમર, ડોમેસ્ટીક સેલમાં 11 ટકાનો મોટો ઘટાડો

|

Sep 10, 2021 | 10:46 PM

Semiconductor Crisis: ઓટો સેક્ટર હાલમાં સેમિકન્ડક્ટર ક્રાઈસીસ સાથે ખરાબ રીતે લડી રહ્યું છે. SIAM દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ ઓગસ્ટ મહિનામાં ડોમેસ્ટીક સેલ્સમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

Semiconductor Crisisએ તોડી ઓટો સેક્ટરની કમર, ડોમેસ્ટીક સેલમાં 11 ટકાનો મોટો ઘટાડો

Follow us on

Semiconductor Crisis: ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (SIAM)એ શુક્રવારે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં સેમિકન્ડક્ટર્સની અછતને કારણે ઉત્પાદન પ્રવૃત્તિઓને અસર થઈ છે. આને કારણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં ઓટોમોબાઈલ જથ્થાબંધ વેચાણમાં 11 ટકાનો ઘટાડો થયો છે. સિયામના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2021 દરમિયાન વ્યાપારી વાહનો (commercial vehicle) સિવાય તમામ શ્રેણીઓમાં કુલ જથ્થાબંધ વેચાણ ઘટીને 15,86,873 યુનિટ થયું હતું. જે ઓગસ્ટ 2020માં 17,90,115 યુનિટ હતું.

 

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના તાજેતરના ડેટા અનુસાર ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEM)થી ડીલર્સને મોકલવામાં આવતા ટુ-વ્હીલર્સમાં પાછલા મહિના દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે પેસેન્જર વાહનો અને થ્રી વ્હીલર્સના પુરવઠામાં અગાઉના વર્ષના સમાન મહિનાની તુલનામાં ઓગસ્ટ 2021 દરમિયાન વધારો જોવા મળ્યો છે. ઓઈએમથી ડીલરો સુધી દ્વિચક્રી વાહનોનો પુરવઠો ઓગસ્ટ 2021માં 15 ટકા ઘટીને 13,31,436 યુનિટ થયો હતો, જે એક વર્ષ અગાઉ સમાન મહિનામાં 15,59,665 યુનિટ હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

મોટરસાઈકલ વેચાણમાં 20 ટકાનો ઘટાડો

જ્યારે ઓગસ્ટ 2020માં મોટરસાઈકલનું વેચાણ 10,32,476 યુનિટ રહ્યું હતું. ઓગસ્ટ 2021માં આ 20 ટકા ઘટીને 8,25,849 યુનિટ્સ રહ્યું. તેવી જ રીતે ગત મહિના દરમિયાન સ્કૂટરનો પુરવઠો એક ટકા ઘટીને 4,51,967 યુનિટ થયો હતો. ગયા વર્ષે આ જ મહિનામાં તે 4,56,848 યુનિટ હતું. જોકે કાર, સ્પેશિયાલિટી વાહનો અને વાન સહિતના પેસેન્જર વાહનોનો કુલ પુરવઠો 7 ટકા વધીને 2,32,224 યુનિટ થયો છે, જે ગયા વર્ષે ઓગસ્ટમાં 2,15,916 યુનિટ હતો.

 

સપ્લાય સાઈડની સમસ્યાને કારણે ઓટો સેક્ટર ખરાબ હાલતમાં

ઓગસ્ટના વેચાણ અંગે ટિપ્પણી કરતા સિયામના ડિરેક્ટર જનરલ રાજેશ મેનને કહ્યું કે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ સપ્લાય સાઈડમાં પડકારોને કારણે દબાણ હેઠળ છે. વૈશ્વિક સેમિકન્ડક્ટરની અછત ચાલુ છે અને હવે ઓટો ઉદ્યોગમાં ઉત્પાદન પર તેની તીવ્ર અસર પડી રહી છે.

 

કાચા માલના ભાવમાં વધારાની પણ અસર દેખાઈ રહી છે

મેનને કહ્યું કે ‘ચિપ’ના અભાવ સાથે કાચા માલની ઉંચી કિંમતો પણ એક પડકાર ઉભો કરી રહી છે, કારણ કે તે ઓટો ઉદ્યોગના સમગ્ર ખર્ચ માળખાને અસર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં ઓટો ઉદ્યોગમાં ટેકનોલોજીકલ પ્રગતિ અને વધુને વધુ ઈલેક્ટ્રોનિક સુવિધાઓ સાથે નવા મોડલ આવતા સેમિકન્ડક્ટર્સનો ઉપયોગ વૈશ્વિક સ્તરે વધ્યો છે.

 

આ પણ વાંચો :  ચીનથી આયાત કરવામાં આવતા આ માલ પર એન્ટી-ડમ્પિંગ ડ્યૂટી લાદવાની તૈયારીમાં ભારત, સ્થાનિક ઉત્પાદકોને થઈ રહ્યું છે નુકસાન

 

આ પણ વાંચો : TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર

Next Article