Adani Wilmar IPO: અબજોપતિ ગૌતમ અદાણીને માર્કેટ રેગ્યુલેટર સેબી (Sebi) તરફથી મોટો આંચકો લાગ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ અદાણી વિલ્મરના (Adani Wilmar) ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) પર પ્રતિબંધ મૂક્યો છે. અદાણી વિલ્માર 4,500 કરોડનો આઈપીઓ લાવવાનાર હતું. પરંતુ અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises) સામે ચાલી રહેલી તપાસના કારણે તેને રોકી દેવામાં આવ્યો છે.
જૂનમાં, સેબીએ પ્રમોટરો, વાડિયા અને ગ્રુપ કંપની બોમ્બે ડાઇંગ સામે તપાસ બાકી હોવાને કારણે ઓછી કિંમતની એરલાઇન ગોફર્સ્ટનો (GoFirst) IPO રોકી દીધો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝ Adani Wilmarમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. અદાણી વિલ્માર (Adani Wilmar) લોકપ્રિય ખાદ્યતેલ બ્રાન્ડ ફોર્ચ્યુનનું ઉત્પાદન કરે છે. આ કંપનીની સ્થાપના 1999માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત વિલ્માર કંપની સાથે સંયુક્ત સાહસમાં કરવામાં આવી હતી. વિલ્માર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ વ્યવસાય છે.
અદાણી વિલ્મરની (Adani Wilmar) ખાદ્યતેલમાં ઘણી પ્રોડક્ટ્સ છે. ફોર્ચ્યુન ઓઈલ (Fortune Oil) લોકોમાં ખુબ પ્રખ્યાત છે. આ સિવાય, કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, શાકભાજી, ખીચડી, સાબુ, લોટ, ખાંડ સહિત ડઝનેક ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. મોટાભાગના ઉત્પાદનો ફોર્ચ્યુન (Fortune) નામ હેઠળ બહાર પાડવામાં આવે છે.
એક અહેવાલ પ્રમાણે આ બાબતથી પરિચિત વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અદાણી એન્ટરપ્રાઇઝ સામે ચાલી રહેલી તપાસના કારણે સેબીએ અદાણી વિલમારનો (Adani Wilmar) IPO પર રોક લગાવી દીધી છે. સેબીની નીતિ અનુસાર, જો આઈપીઓ માટે અરજી કરનાર કંપનીના કોઈપણ વિભાગમાં તપાસ ચાલી રહી છે, તો તેના આઈપીઓને 90 દિવસ સુધી મંજૂરી આપી શકાતી નથી. આ પછી પણ, IPO 45 દિવસ માટે મોકૂફ રાખી શકાય છે.
અદાણી વિલમારની (Adani Wilmar) વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ખાદ્યતેલ બજારમાં તે દેશમાં સૌથી મોટું વિતરણ નેટવર્ક ધરાવે છે. દેશભરમાં તેના 85 સ્ટોક પોઈન્ટ અને 5000 ડિસ્ટ્રીબ્યુટર છે. છૂટક બજારમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. તેનું ઉત્પાદન દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે.
સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા ખાસ ઓઇલ Rice Bran and Vivo લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીની અન્ય ખાદ્યતેલ બ્રાન્ડ, રૂપચંદા, બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપની પાસે ત્યાં બે મોટી રિફાઇનરીઓ પણ છે.