SBIના ગ્રાહકો ઘરે બેઠા ચેક પેમેન્ટ અટકાવી શકે છે, જાણો Stop Cheque Payment ની ત્રણ રીત

|

Jun 21, 2021 | 7:43 AM

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ઘણી પ્રકારની ઓનલાઇન સુવિધાઓ પ્રદાન કરે છે જેમાં ચેકનું પેમેન્ટ અટકાવવા(stop cheque payment)નો પણ સમાવેશ થાય છે.

SBIના ગ્રાહકો ઘરે બેઠા ચેક પેમેન્ટ અટકાવી શકે છે, જાણો Stop Cheque Payment ની ત્રણ રીત
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ઘણી પ્રકારની ઓનલાઇન સુવિધાઓ પ્રદાન કરે છે જેમાં ચેકનું પેમેન્ટ અટકાવવા(stop cheque payment)નો પણ સમાવેશ થાય છે. જો તમે બેંકમાં જમા કરાયેલ ચેકનું પેમેન્ટ રોકવા માંગતા હો, તો તમારે આ માટે બેંકમાં જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઇન રિકવેસ્ટ મોકલી શકો છો. જો કે, આ પ્રક્રિયા માટે તમારો મોબાઇલ નંબર બેંકમાં રજીસ્ટર્ડ હોવો જોઈએ. ચેક પેમેન્ટ અટકાવવા માટે તમે SBI YONO અથવા SBI YONO LITE એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકો છો.

ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા પેમેન્ટ અટકાવી શકાય છે
>>ચેકની ચુકવણી રોકવા માટે તમારે SBI ની સત્તાવાર વેબસાઇટ onlinesbi.com પાર લોગીન કરવું પડશે
>> હવે ‘e- services’ વિભાગ હેઠળ ‘stop cheque payment’ વિકલ્પ પર ક્લિક કરો.
>> હવે જે ખાતામાંથી ચેક આપવામાં આવ્યો છે તે એકાઉન્ટ પસંદ કરો.
>> આ પછી પોર્ટલ તમને start cheque number and end cheque number પ્રદાન કરવા માટે કહે છે.
>> વપરાશકર્તાએ ચેકનો પ્રકાર પસંદ કરવો પડશે.
>> ગ્રાહકે ચેકની ચુકવણી અટકાવવાનું કારણ આપવું પડશે. આ માટે ગ્રાહક ‘stop reason’ વિકલ્પોમાંથી કોઈપણ પસંદ કરી શકે છે.
>> એસબીઆઇ દ્વારા આ સેવા માટેની ફી સ્ક્રીન પર દેખાશે. આ તમારા ખાતામાંથી અલગથી કાપવામાં આવશે.
>> છેલ્લે ‘સબમિટ’ પર ક્લિક કરો અને તમારી વિનંતીની વિગતો ચકાસવા માટે ok પર ક્લિક કરો.
>> બેંક વિનંતી સ્વીકારે પછી, તમને સ્ક્રીન પર રેફરન્સ નંબર અને અન્ય મહત્વપૂર્ણ વિગતો સાથેનો સંદેશ મળશે. જેમાં એક સંદેશ હશે કે તમારી વિનંતી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

SBI YONO એપ્લિકેશનમાં લોગીન કરીને ચેકની ચુકવણી અટકાવી શકાય છે.
>> આ માટે તેઓએ ‘રિકવેસ્ટ’ પર ક્લિક કરવું પડશે.
>> આ પછી ‘ચેક બુક’ પર ક્લિક કરો અને પછી ‘સ્ટોપ ચેક’ અને હવે નીચે આવતા મેનુમાં એકાઉન્ટ નંબર પસંદ કરો.
>> હવે start cheque number and end cheque દાખલ કરો
>> હવે સ્ટોપ પેમેન્ટ કરવા માટેનું કારણ પસંદ કરો. ‘સબમિટ’ પર ક્લિક કરો.
>> આ પછી તમારા મોબાઇલમાં ઓટીપી આવશે. તેને ભરવું અને સબમિટ કરવું પડશે, આ કર્યા પછી તમારી વિનંતી બેંક સુધી પહોંચશે અને પેમેન્ટ અટકી જશે.

 

બેંકમાં જઈને ચેક અટકાવી શકાય છે
આ માટે તમારે બેંકમાં જઇને એપ્લિકેશન આપવી પડશે. આ માટે બેંક તમારી પાસેથી કેટલીક ફી લેશે. તમે આ ત્રણ પદ્ધતિઓમાંથી તમારા અનુસાર પદ્ધતિ પસંદ કરી શકો છો.

Next Article