કોરોનાકાળમાં દેશની સૈથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકોને મોટી રાહત આપી છે. SBI એ Cash Withdrawal ના નિયમોમાં ફેરફાર કર્યા છે. રોકડ ઉપાડના આ નવા નિયમ અંગે SBI એ કહ્યું કે આ મહામારીમાં ગ્રાહકોને ટેકો આપવા માટે SBIએ ચેક અને રોકડ ઉપાડની સ્લીપ દ્વારા નોન-હોમ બ્રાંચ પરથી એટલે કે કોઈપણ બ્રાંચ પરથી રોકડ ઉપાડની મર્યાદામાં વધારો કર્યો છે.
25 હજારથી 1 લાખ સુધીની રોકડ ઉપાડી શકાશે
SBI એ Cash Withdrawal ના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ હવે SBI ના ગ્રાહકો નોન-હોમ બ્રાંચ પરથી એટલે કે કોઈપણ બ્રાંચ પરથી 25 હજારથી 1 લાખ સુધીની રોકડ ઉપાડી શકશે. આ નવા નિયમ મુજબ એકાઉન્ટ હોલ્ડર રોકડ ઉપાડની સ્લીપ ભરીને રૂ.25 હજાર ઉપાડી શકાશે, સેલ્ફના ચેક દ્વારા રૂ.1 લાખ રોકડ ઉપાડી શકશે અને થર્ડ પાર્ટી રૂ.50 હજાર ઉપાડી શકશે.
To support our customers in this pandemic, SBI has increased the non-home cash withdrawal limits through cheque and withdrawal form.
#SBIAapkeSaath #StayStrongIndia #CashWithdrawal #Covid19 #BankSafe #StaySafe pic.twitter.com/t4AXY4Rzqh— State Bank of India (@TheOfficialSBI) May 29, 2021
નવા નિયમ સાથે શરતો પણ
SBI એ Cash Withdrawal ના નિયમો સાથે કેટલીક શરતો પણ મુકી છે. એકાઉન્ટ હોલ્ડરે રોકડ ઉપાડની સ્લીપ ભરીને રૂ.25 હજાર રોકડ ઉપાડ માટે પાસબુક રજૂ કરવી પડશે. આ ઉપરાંત થર્ડ પાર્ટી વ્યક્તિ રોકડ ઉપાડની સ્લીપ ભરીને રોકડા નાણા નહિ ઉપાડી શકે. આ ઉપરાંત થર્ડ પાર્ટી માટે KYC ડોકયુમેન્ટ્સ હોવા પણ જરૂરી છે. SBI ના રોકડ ઉપાડનો આ નિયમ 30 સપ્ટેમ્બર 2021 સુધી જ લાગું રહેશે, એટલે કે આ નિયમ કાયમી ફેરફાર નહી પણ માત્ર હંગામી છે.
SBI એ આ માટે બદલ્યો નિયમ
Cash Withdrawal ના નિયમોમાં ફેરફાર કરવાનું કારણ આપતા એસબીઆઈ એ કહ્યું કે કોરોનાકાળમાં ગાઈડલાઈનનું પાલન કરતા બેંકનું કામકાજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી જ શરૂ રહે છે. આ ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે એ માટે 50 ટકા સ્ટાફ સાથે કામ શરૂ રાખવામાં આવે છે. આના કારણે બેંકના ગ્રાહકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. આ મુશ્કેલીઓના નિવારણ માટે જ બેન્કે રોકડ ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનાથી ઓછા સમયમાં વધારે કામ થઇ શકે.
આ પણ વાંચો : હવે ટોલનાકા પર 10 સેકંડથી વધારે સમય લાગશે તો વાહનચાલકોએ નહીં ચૂકવવો પડે Toll Tax