
મહત્વનુ છે કે સહારા ગ્રુપના માલિકનું નવેમ્બર મહિનામાં અવસાન થયું હતું. સહારા શ્રીએ તેમના જીવનકાળમાં શૂન્યથી ટોચ સુધીની સફર કરી. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તેણે જે જૂથને તેની આંખો સમક્ષ આગળ વધતું જોયું હતું. આ જ સહારા જૂથ તેમના જીવનકાળ દરમિયાન ભાંગી પડ્યું હતું.
એક બાદ એક ગ્રૂપના બિઝનેસને અન્ય કંપનીઓએ ખરીદ્યા. આજે ફરી ગ્રુપ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર આવ્યા છે. મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડે સહારા હોસ્પિટલ ખરીદી છે. 8 ડિસેમ્બરના રોજ, મેક્સે આશરે રૂ. 125 કરોડમાં સ્ટારલીટ મેડિકલ સેન્ટર પ્રાઈવેટ લિમિટેડમાં 100 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે ખરીદ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પછી હવે આ હોસ્પિટલના માલિકી હક્ક મેક્સ પાસે રહેશે.
આ હોસ્પિટલ લખનૌના ગોમતી નગરમાં 27 એકર જમીન પર આવેલી છે, જે એક વૈભવી રહેણાંક અને કોર્પોરેટ કેન્દ્ર છે. તે 8.9 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે અને 17 માળની ઇમારતમાં સ્થિત છે, જ્યાં ગેસ્ટ્રોએન્ટેરોલોજી, ન્યુરો, સર્જરી, કાર્ડિયોલોજી, પલ્મોનોલોજી અને ડાયગ્નોસ્ટિક્સ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ જ કેમ્પસમાં એક નર્સિંગ કોલેજ પણ છે, જે દર વર્ષે 100 થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ પૂરી પાડે છે. કંપનીએ જણાવ્યુ હુત કે, મેક્સ હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અભય સોઇએ જણાવ્યું હતું કે અમે આ ડીલથી ઉત્સાહિત છીએ, જે અમારી હેલ્થકેર સેવાઓ સાથે નવા ટાયર I/II શહેરોમાં પ્રવેશવાની અમારી વ્યૂહરચના સાથે સુસંગત છે.
સફળ પોસ્ટમર્જરના અમારા ટ્રેક રેકોર્ડને જોતાં, અમે અમારા ચિકિત્સકોની સંભાળ અને અમારા દર્દીઓ તરફથી સતત સમર્થનના આધારે અમારા સંચાલન અને નાણાકીય કામગીરીમાં ઝડપથી સુધારો કરવાની અપેક્ષા રાખીએ છીએ. લખનૌમાં અમારી હાજરી દ્વારા અમારો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશના લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવાનો છે.