શું તમે સચિન તેંડુલકરની ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કરશો રોકાણ, આજે ખુલી રહ્યો છે IPO, GMP જાણી મજા આવશે

ક્રિકેટર સચિન તેંડુલકર માત્ર ક્રિકેટ જ સારી રીતે રમે છે એટલું જ નહીં પણ સારું રોકાણ પણ કરે છે. આ વર્ષે તેણે એક કંપનીમાં રોકાણ કર્યું છે. આ કંપનીનો IPO આજે માર્કેટમાં આવી રહ્યો છે. આ IPO વિશે બધું જાણો આ લેખમાં. કંપનીના આ આઈપીઓમાં વેચાણ માટે ઓફર અને શેરના નવા ઈશ્યુ બંનેનો સમાવેશ થવા જઈ રહ્યો છે. IPOમાં રૂ. 500 કરોડના શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે

શું તમે સચિન તેંડુલકરની ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કરશો રોકાણ, આજે ખુલી રહ્યો છે IPO, GMP જાણી મજા આવશે
| Updated on: Dec 20, 2023 | 9:42 AM

એરોસ્પેસ હોય, સંરક્ષણ હોય કે ઉર્જા. આ તમામ ક્ષેત્રોમાં OEMને સામાન સપ્લાય કરતી કંપની આઝાદ એન્જિનિયરિંગનો IPO આજે બજારમાં આવી રહ્યો છે. આ કંપનીનું મહત્વ એ વાત પરથી જાણી શકાય છે કે સિનિયર ક્રિકેટર સચિન તેંડુલકરે પણ તેમાં રોકાણ કર્યું છે. જો તમે પણ આ કંપનીમાં રોકાણ કરવા માંગો છો, તો અમે તમને તેના વિશે બધું જણાવી રહ્યા છીએ.

કંપનીની યોજના શું છે?

આઝાદ એન્જિનિયરિંગ રૂ. 740 કરોડનો IPO લાવવાની યોજના ધરાવે છે. કંપનીના આ આઈપીઓમાં વેચાણ માટે ઓફર અને શેરના નવા ઈશ્યુ બંનેનો સમાવેશ થવા જઈ રહ્યો છે. IPOમાં રૂ. 500 કરોડના શેરનું વેચાણ ઓફર ફોર સેલ દ્વારા કરવામાં આવશે, જ્યારે રૂ. 240 કરોડના નવા શેર જાહેર કરવામાં આવશે.

પ્રાઇસ બેન્ડ શું છે?

આ વૈવિધ્યસભર કંપનીએ IPO માટે રૂ. 499થી રૂ. 524 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPOના એક લોટમાં 28 શેર હશે. આનો અર્થ એ છે કે IPOમાં બિડ કરનારા રોકાણકારોએ ઓછામાં ઓછા 14,672 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આનાથી વધુ નાણાંનું રોકાણ કરનારાઓએ માત્ર 28 શેરના ગુણાંકમાં બિડ કરવાની રહેશે. છૂટક રોકાણકારો આ IPOમાં વધુમાં વધુ 13 લોટ ખરીદી શકે છે એટલે કે મહત્તમ રોકાણ 1,90,736 રૂપિયા.

તમે ક્યારે બોલી લગાવી શકશો?

આઝાદ એન્જિનિયરિંગનો IPO આજે શેરબજાર ખુલતાની સાથે જ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો આવતા શુક્રવાર એટલે કે 22મી ડિસેમ્બર સુધી આ IPO માટે બિડ કરી શકશે. શેરની ફાળવણી 26 ડિસેમ્બરે થશે, જ્યારે રિફંડ 27 ડિસેમ્બરે શરૂ કરવામાં આવશે. 27 ડિસેમ્બરે સફળ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. જે બાદ કંપનીના શેર 28 ડિસેમ્બરે માર્કેટમાં લિસ્ટ થશે.

કંપની શું કરે છે

કંપનીની પ્રોફાઇલ અનુસાર, તે એરોસ્પેસ કંપોનેંટ અને ટર્બાઇન્સનું ઉત્પાદન કરે છે. કંપની એરોસ્પેસ, ડિફેન્સ, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડસ્ટ્રીઝમાં ઓરિજિનલ ઈક્વિપમેન્ટ ઉત્પાદકોને તેના ઉત્પાદનો સપ્લાય કરે છે. કંપની તેલંગાણાના હૈદરાબાદમાં 4 ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. કંપની વધુ બે ઉત્પાદન સુવિધાઓ સ્થાપવાની તૈયારી કરી રહી છે. કંપનીનો ગ્રાહક આધાર અમેરિકા, ચીન, યુરોપ, પશ્ચિમ એશિયા અને જાપાન સુધી વિસ્તરેલો છે.

આ IPOનું GMP શું છે?

જ્યારે કોઈપણ આઈપીઓની વાત શરૂ થાય છે ત્યારે લોકો પૂછે છે કે તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શું છે. આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ તમને ખુશ કરશે. આજે સવારે ગ્રે માર્કેટમાં તેના પર 83.97 ટકા પ્રીમિયમ ક્વોટ થઈ રહ્યું હતું. જો તેનો શેર 524 રૂપિયામાં મળે છે તો તેના પર પ્રીમિયમ 440 રૂપિયા હશે. એટલે કે 964 રૂપિયાની કિંમત.

આ પણ વાંચો: OTIS કંપનીનો IPO લોન્ચ થવામાં લાગશે સમય, જાણો કેવી રીતે આઈપીઓ આવ્યા પહેલા ખરીદવા શેર

Published On - 9:41 am, Wed, 20 December 23