સબકા સપના મની મની: મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કીમમાં તમે 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ, જાણો તમામ વિગતો

|

Oct 30, 2023 | 6:24 PM

આ ઈન્ડેક્સ નવેમ્બર 2012માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સમાં 41.25% વેઇટેજ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરનું છે. આ ઉપરાંત 28.28% વેઇટેજ કેપિટલ ગુડ્સ તેમજ 8.01% વેઇટેજ આઇટી સેક્ટરનું છે. સ્ટોકના આધારે કર્ણાટક બેંકનું વેઇટેજ 4.11 ટકા, સુઝલોન એનર્જીનું વેઇટેજ 4.11 ટકા, ફિનોલેક્સ કેબલનું વેઇટેજ 3.37 ટકા અને એનસીસીનું વેઇટેજ 3.31 ટકા છે.

સબકા સપના મની મની: મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કીમમાં તમે 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ, જાણો તમામ વિગતો
Mutual Funds

Follow us on

બંધન મ્યુચ્યુઅલ ફંડ બંધન નિફ્ટી આલ્ફા 50 ઇન્ડેક્સ ફંડ નામની નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લાવ્યું છે. આ ફંડ ઓફર 25 ઓક્ટોબરે ઈન્વેસ્ટર માટે ખુલી છે અને 6 નવેમ્બર સુધી તેમાં ઈન્વેસ્ટ કરવાની તક છે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે જેમાં લોકો 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકે છે. ફંડ હાઉસના જણાવ્યા મૂજબ, આ સ્કીમ એવા રોકાણકારો માટે યોગ્ય છે જે લોન્ગ ટર્મ માટે ઈન્વેસ્ટ કરે છે. આ એક ઈન્ડેક્સ ફંડ છે.

સ્કીમ નિફ્ટી આલ્ફા 50 ઈન્ડેક્સને રેપ્લિકેટ કરશે

ન્યૂ ફંડ ઓફર ડોક્યુમેન્ટ અનુસાર, આ સ્કીમ નિફ્ટી આલ્ફા 50 ઈન્ડેક્સને રેપ્લિકેટ કરશે. આ ઇન્ડેક્સના શેરોમાં જે પ્રમાણમાં ઈન્વેસ્ટ કરવામાં આવ્યું છે તે જ રીતે ફંડના નાણાંનું રોકાણ કરવામાં આવશે. આ ફંડ કોઈપણ પ્રકારના ફિક્સ્ડ રિટર્નની ગેરેન્ટી આપતું નથી. એનએસઈની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મૂજબ આ ઈન્ડેક્સ છેલ્લા એક વર્ષમાં 50 આલ્ફા શેર્સના પ્રદર્શનને ટ્રેક કરે છે. હાલ આ ઈન્ડેક્સ 35300 ના લેવલ પર છે.

ઈન્ડેક્સમાં ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરનું વેઇટેજ 41.25 ટકા

આ ઈન્ડેક્સ નવેમ્બર 2012માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સમાં 41.25% વેઇટેજ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરનું છે. આ ઉપરાંત 28.28% વેઇટેજ કેપિટલ ગુડ્સ તેમજ 8.01% વેઇટેજ આઇટી સેક્ટરનું છે. સ્ટોકના આધારે કર્ણાટક બેંકનું વેઇટેજ 4.11 ટકા, સુઝલોન એનર્જીનું વેઇટેજ 4.11 ટકા, ફિનોલેક્સ કેબલનું વેઇટેજ 3.37 ટકા અને એનસીસીનું વેઇટેજ 3.31 ટકા છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

કયા રોકાણકારોએ આ ફંડમાં રોકાણ કરવું

જે રોકાણકારો હાઈ રિસ્ક લે છે તોઓ આમાં રોકાણ કરી શકે છે. જે રોકાણકારો પરિબળ આધારિત રોકાણ કરવા માગે છે તેમના માટે પણ આ એક યોગ્ય વિકલ્પ છે. જે ઈન્વેસ્ટર એગ્રેસિવ વ્યૂહરચના સાથે તેમનો પોર્ટફોલિયો તૈયાર કરે છે તેઓએ આ ફંડમાં રોકાણ કરવા માટે વિચારવું જોઈએ. લોન્ગ ટર્મ ઈન્વેસ્ટર આ ફંડમાં રોકાણ કરે તો ફાયદો થશે.

આ પણ વાંચો : સબકા સપના મની મની: દર મહિને કરો આટલું રોકાણ, 15 વર્ષ બાદ તમને મળશે 1 કરોડ રૂપિયા, જાણો વિગતવાર

બંધન નિફ્ટી આલ્ફા 50 ઈન્ડેક્સ ફંડને નિમેશ શાહ મેનેજ કરશે. તેઓ નવેમ્બર 2021થી આ એસેટ મેનેજમેન્ટ કંપની સાથે જોડાયેલા છે. આ પહેલા તેઓએ નિપ્પોન એસેટ મેનેજમેન્ટ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી જેવી કંપનીમાં કામ કર્યું છે. અંદાજે એક દાયકાનો અનુભવ ધરાવે છે. તેમણે મુંબઈની કોલેજમાંથી ફાઈનાન્સ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:19 pm, Mon, 30 October 23

Next Article