હાલમાં મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે, તે જોઈને એવું લાગે છે કે થોડા વર્ષ બાદ 1 કરોડ રૂપિયાની બહું વેલ્યુ નહી રહે. તેથી જો તમે વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માંગતા હો, તો અત્યારથી જ એવી રીતે ઈન્વેસ્ટમેન્ટ કરો કે ભવિષ્યમાં તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે નહીં. હાલ એસ.આઈ.પી. વેલ્થ ક્રીએટ કરવા માટે ખૂબ જ સારી યોજના માનવામાં આવે છે. તેમાં ચક્રવૃદ્ધિનો લાભ મળે છે અને સાથે જ એવરેજ 12 ટકા રિટર્ન મળે છે. જો તમે 15 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવા માંગો છો, તો તમારે દર મહિને કેટલું રોકાણ કરવું પડે તે જાણીએ.
એસ.આઈ.પી. માં ચક્રવૃદ્ધિ વ્યાજને લીધે રોકાણ કરવામાં આવેલી રકમમાં ઝડપથી વધારો થાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં, તમારા ઈન્વેસ્ટમેન્ટ પર માત્ર વ્યાજ જ નથી મળતું, આ સાથે વ્યાજ પર પણ વ્યાજ મળે છે. તેથી તમે જો ચક્રવૃદ્ધિનો લાભ લેવો હોય અને થોડા વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવું હોય, તો તમારે દર મહિને ઓછામાં ઓછા 20,000 રૂપિયાનું એસ.આઈ.પી. માં રોકાણ કરવું પડશે.
જો તમે દર મહિને 20,000 રૂપિયાનું રોકાણ કરો તો, એક વર્ષમાં 2,40,000 રૂપિયાનું રોકાણ થાય. તેવી રીતે 15 વર્ષમાં કુલ 36,00,000 રૂપિયાનું રોકાણ થશે. જો તેના પર પર 12 ટકાના વ્યાજદર પ્રમાણે ગણતરી કરીએ તો લગભગ 64,91,520 રૂપિયાનું વ્યાજ મળે છે. આમ 15 વર્ષ દરમિયાન તમને રોકાણ કરેલી રકમ અને વ્યાજ સહિત કુલ 1,00,91,520 રૂપિયા મળશે.
જો તમે આ ઈન્વેસ્ટમેન્ટને 15 વર્ષના બદલે 5 વર્ષ વધારીને 20 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો 12 ટકાના વ્યાજદર મૂજબ 20 વર્ષમાં અંદાજે 1,99,82,958 રૂપિયા એટલે કે લગભગ 2 કરોડ રૂપિયા ભેગા કરી શકો છો.
આ પણ વાંચો : Sabka Sapna Money Money: આ નવા ફંડમાં ઓછા જોખમ સાથે મળશે વધારે રિટર્ન, તમે 1000 રૂપિયાથી શરૂ કરી શકો રોકાણ
દર મહિને 20,000 રૂપિયાનું રોકાણ કરવા માટે, તમારી આવક પણ વધારે હોવી જરૂરી છે. ફાઈનાન્સિયલ રુલ્સ મૂજબ દરેક વ્યક્તિએ તેની ઈન્કમની કુલ રકમમાંથી 20 ટકા રકમનું રોકાણ કરવું જોઈએ. જો તમે દર મહિને 1 લાખ રૂપિયાની કમાણી કરો છો, તો તમે 20 ટકાના આધારે 20,000 રૂપિયાનું સરળતાથી રોકાણ કરી શકો છો. જે રકમ ભવિષ્યમાં અંદાજે 1 કરોડ રૂપિય જેટલી થઈ જશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
Published On - 6:47 pm, Sat, 28 October 23