રોજ 50 રૂપિયા જમા કરાવશો તો 25 વર્ષમાં મળશે 10 લાખ રૂપિયા કરતા વધારેની રકમ, જાણો કઈ રીતે કરી શકો છો પ્લાનિંગ

|

Jul 24, 2020 | 8:28 AM

કોવીડ-19 (Covid-19)ની મુશ્કેલીએ ના માત્ર અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે પરંતુ આ મહામારીએ આપણા ભવિષ્યનાં આર્થિક પ્લાનીંગ પર પણ અસર પહોચાડી છે.આવા કપરા સમયમાં આપણે એ જરૂરી તમામ કોશિશ કરીએ કે જેનાથી પૈસાની બચત થાય અને આર્થિક રીતે દરેક મુશ્કેલીનો સામનો કરવા પણ તૈયાર રહી શકીએ. એ માટે જરૂરી છે કે તમે એ રોકાણનાં વિકલ્પો પર […]

રોજ 50 રૂપિયા જમા કરાવશો તો 25 વર્ષમાં મળશે 10 લાખ રૂપિયા કરતા વધારેની રકમ, જાણો કઈ રીતે કરી શકો છો પ્લાનિંગ
http://tv9gujarati.in/roj-50-rupiya-ja…rakam-jaano-plan/

Follow us on

કોવીડ-19 (Covid-19)ની મુશ્કેલીએ ના માત્ર અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી છે પરંતુ આ મહામારીએ આપણા ભવિષ્યનાં આર્થિક પ્લાનીંગ પર પણ અસર પહોચાડી છે.આવા કપરા સમયમાં આપણે એ જરૂરી તમામ કોશિશ કરીએ કે જેનાથી પૈસાની બચત થાય અને આર્થિક રીતે દરેક મુશ્કેલીનો સામનો કરવા પણ તૈયાર રહી શકીએ. એ માટે જરૂરી છે કે તમે એ રોકાણનાં વિકલ્પો પર પૈસા લગાવો કે જ્યાં તમારા પૈસા સુરક્ષિત પણ રહે અને તેનું રીટર્ન પણ વ્યવસ્થિત રીતે મળી રહે. હાલમાં આપણે લોકો એક મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એવામાં બની શકે છે કે જોખમ ભરેલા રસ્તાઓ પર કે રોકાણમાં કોઈ પૈસા ઈન્વેસ્ટ કરવા ન માગે. બજારમાં એવા અનેક રોકાણ માટેનાં સાધન છે કે જેમાં પૈસા જમા કરાવવાથી તમારા પૈસા સુરક્ષિત રહેશે અને ફાયદો પણ મળતો રહેશે.

બેંક બજાર ડોટ કોમનાં સીઈઓનાં જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસની રીકરીંગ ડિપોઝીટ યોજના એક એવો જ વિકલ્પ છે કે જેમાં અગર તમે રોજનાં 50 રૂપિયા, મહિનાનાં 1500 રૂપિયાનું રોકાણ કરો છો તો તમે એક મોટી રકમ જમા કરાવી શકો છો. પોસ્ટ ઓફિસ રિકરીંગ ડિપોઝીટ, નાની બચત યોજનાઓમાંથી એક છે કે જે ભારત સરકાર દ્વારા સમર્થિત છે. આ યોજના જોખમ નહી ઉઠાવવા વાળા રોકાણકારો માટે એક સારો વિકલ્પ છે. આ યોજના નિવેશકોને નિયમિત અંતર પર એક નક્કી કરેલી રકમ જમા કરાવવા માટેનો મોકો આપે છે. આ ખાતું તમારા એકલાનું કે  કોઈ સાથે જોઈન્ટ તરીકે પણ ખોલાવી શકાય છે, તેમજ સગીરનું પણ ખાતું ખોલાવી શકાય છે જો કે તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે અને તેના માટે નિયમો પણ સમજવા જરૂરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પોસ્ટઓફીસ રિકરીંગ ડિપોઝીટની સમય મર્યાદા 5 વર્ષની હોય છે, પરંતુ તમે આ સમય મર્યાદાને વધારીને પાંચ -પાંચ વર્ષ આગળ પણ લઈ જઈ શકો છો.આ વિકલ્પમાં રોકાણ કરવા માટે તમારે દર મહિને ઓછામાં ઓછા 100 રૂપિયા જમા કરાવવાનાં રહેશે કે જેને 10 સાથે ગુણવામાં આવે. આમાં રોકાણ કરવા માટેની કોઈ સીમા નથી. આ યોજના રોકાણકારોને સેવિંગ્સ ઓકાઉન્ટ કરતાં પણ વધારે વ્યાજ આપે છે. વ્યાજની રકમ ત્રણ મહિનાનાં કમ્પાઉન્ડીંગ આધાર પર કરવામાં આવે છે. એટલે જ કેન્દ્રીય નાંણા મંત્રાલય દર ત્રણ મહિનાનું વ્યાજની સમીક્ષા કરે છે. સરકારે નાની બચતની યોજના હેઠળ આને જાહેર કરી છે, સરકારે પોસ્ટ રિકરીંગ ડિપોઝીટની વ્યાજનો દર જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે 5.8% નક્કી કર્યો છે. તમે અગર રોકાણનાં આ વિકલ્પમાં રોજનાં 50 રૂપિયા એટલે કે મહિનાનાં 1500 રૂપિયા જમા કરાવશો તો 5.8%નાં દરથી પાચ વર્ષમાં 1,05,095 રૂપિયા ભેગા કરી શકો છો. પરંતુ આ જ રકમ તમે 25 વર્ષ માટે જમા કરાવશો તો આ જ દરથી તમને 10,39,893 રૂપિયાનું રિટર્ન મળી શકશે.પોસ્ટની આ યોજના એકદમ સુરક્ષિત છે કે જેમાં તમારા પૈસા વ્યાજ સાથે સરકાર તમને પરત કરશે.

Next Article