
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance Industries) તેની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સને અલગ કરીને નવી કંપની બનાવી રહી છે. નવી કંપનીના શેર ફાળવવાની રેકોર્ડ તારીખ 20 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ડિમર્જર પછી, આ કંપનીનું નવું નામ Jio Financial Services (JFSL) હશે. આ ડિમર્જરની મંજૂરી ગયા મહિને એટલે કે જૂનમાં આપવામાં આવી હતી. કંપનીના જણાવ્યા અનુસાર ડિમર્જર દ્વારા તમામ શેરધારકોને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 1 શેરના બદલે રિલાયન્સ સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડનો 1 શેર આપવામાં આવશે. શુક્રવારે 14 જુલાઈના રોજ કંપનીની બોર્ડ મીટિંગમાં રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી હતી.
કંપનીનું ડિમર્જર ફાયદાકારક રહેશે કારણ કે કંપની નાણાકીય સેવાઓના વ્યવસાયની નાણાકીય સેવાઓ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ પછી, JFSL કંપની ગ્રાહકો, ઉદ્યોગપતિઓ વગેરેને મદદ કરવા અથવા લોનની સુવિધા પૂરી પાડવા માટે નિયમનકારી મૂડી સાથે લિક્વિડ એસેટનો સમાવેશ કરી શકે છે. આ ઉપરાંત, ઓછામાં ઓછા 3 વર્ષની અંદર, તે વીમા, ચુકવણી, ડિજિટલ બ્રોકિંગ અને એસેટ મેનેજમેન્ટ જેવી નાણાકીય સુવિધાઓ વિકસાવી શકે છે.
CDSL OR NSDL બે એકાઉન્ટમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી નહીં દેખાય.શેર એકાઉન્ટમાં આવતા 40 થી 45 દિવસનો સમય લાગી શકે છે. Jio Financialને બિઝનેસ કરવા માટે માર્કેટ પહેલેથી જ અસ્તિત્વમાં છે. આ ઉપરાંત, તે રિલાયન્સ ગ્રૂપના શેરધારકો માટે એક સારું મૂલ્યવૃદ્ધિ સાબિત થઈ શકે છે કારણ કે હાલમાં જિયો ફાયનાન્સિયલની સેવા રેકોર્ડ તારીખ પહેલાં શેરધારકોને ફ્રીમાં આપવામાં આવશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) 21 જુલાઈએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાની છે. કંપનીનું બોર્ડ તેના રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવવાની વિચારણા કરે તેવી શક્યતા છે. રિલાયન્સે શેરબજારોને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું છે કે “બોર્ડ માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે ડિવિડન્ડ આપવાની ભલામણ કરશે.”નાણાકીય વર્ષ 2022-23 માટે ડિવિડન્ડ ચૂકવવામાં આવશે અને છેલ્લાં લગભગ એક વર્ષમાં તે પ્રથમ ડિવિડન્ડ હશે. છેલ્લે મે-2022માં રિલાયન્સે શેર દીઠ રૂ.8નું ડિવિડન્ડ આપ્યું હતું.
ઈશા અંબાણી અને ભૂતપૂર્વ CAG રાજીવ મેહર્ષિને નવી ફાઈનાન્સ કંપનીના બોર્ડમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, ગૃહ સચિવ અને ભૂતપૂર્વ CAG રાજીવ મેહર્ષિને 5 વર્ષ માટે RSILમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA)ના ચીફ એક્ઝિક્યુટિવ સુનિલ મહેતા અને PwC CA બિમલ મનુ તન્નાને પણ સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે બેંકર હિતેશ કુમાર સેઠિયાને 3 વર્ષ માટે RSILના MD અને CEO બનાવવામાં આવ્યા છે.