1, 2, 5, 10, 20 ના જ નહી, 75, 150, 250ના સિક્કા પણ બનાવે છે RBI ! તમારે જોઈએ છે ? તો મળશે આ રીતે

|

Nov 12, 2021 | 9:05 PM

RBI Coins: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ઘણા ખાસ પ્રસંગો પર ખાસ પ્રકારના સિક્કા બનાવે છે અને આમાં RBI એ 75, 100, 250 રૂપિયા જેવા સિક્કા પણ બનાવ્યા છે, જેને તમે પણ ખરીદી શકો છો.

1, 2, 5, 10, 20 ના જ નહી, 75, 150, 250ના સિક્કા પણ બનાવે છે RBI !  તમારે જોઈએ છે ? તો મળશે આ રીતે
Reserve Bank Of India online order of RBI Special Coins you can buy 100, 150, 200 rupees coin check here all details

Follow us on

ભારતીય રિઝર્વ બેંક ઘણા ખાસ પ્રસંગોએ સ્મારક સિક્કા બહાર પાડે છે. આ સિક્કા સામાન્ય ચલણમાં આવતા નથી, જેને માત્ર યાદગીરી તરીકે રાખવામાં આવે છે. આવા સિક્કા મહાપુરુષોની જયંતી કે કોઈ ખાસ દિવસે બહાર પાડવામાં આવે છે. આ સિક્કાઓ અલગ-અલગ મૂલ્યના હોય છે, જે સામાન્ય વ્યવહારમાં હોતા નથી. આ સિક્કાઓમાં 75 રૂપિયા, 100 રૂપિયા, 150 રૂપિયા, 250 રૂપિયાના સિક્કા સામેલ છે. આ સિવાય પણ ઘણા પ્રકારના સિક્કા હોય છે. ઘણીવાર એવું બને છે કે લોકોને આવા અનોખા સિક્કા લેવાનું મન થાય છે અથવા જે લોકો સિક્કાનું કલેક્શન કરે છે તેઓ પણ આવા સિક્કા રાખે છે.

જો તમને પણ સામાન્ય ટ્રેન્ડથી અલગ રકમના સિક્કા જોઈએ છે, તો તમે આ સિક્કા સરળતાથી લઈ શકો છો. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવીએ છીએ કે આ સિક્કા કેવી રીતે લઈ શકાય અને RBI પાસેથી આ સિક્કા ખરીદવાની પ્રક્રિયા શું છે.

કેવા પ્રકારના હોય છે આ સિક્કા ?

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ સિક્કાઓ મોટાભાગે ચાંદીના બનેલા હોય છે અને તે ખાસ પ્રસંગોએ ખાસ કાર્યક્રમોમાં બહાર પાડવામાં આવે છે. જે પ્રસંગે આ સિક્કો જાહેર કરવામાં આવી રહ્યો હોય, તે ખાસ પ્રસંગની માહિતી પણ સિક્કા પર હોય છે અને આ એક રીતે આરબીઆઈ તરફથી શ્રદ્ધાંજલિ હોય છે. ચાલો કેટલાક ઉદાહરણો દ્વારા, આ સ્મારક સિક્કાઓ વિશે જાણીએ.

– મધર ટેરેસાની જન્મજયંતિ પર 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

-રવીન્દ્રનાથ ટાગોરની 150મી જયંતી પર 150 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

-શ્યામાચરણ લાહિડીને લઈને 125 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

-રાજ્યસભાના 250માં સત્રના દિવસે 250 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

-આ ઉપરાંત પણ ઘણા પ્રસંગોએ સિક્કા બહાર પાડવામાં આવ્યા છે.

કેવી રીતે લઈ શકાશે આ સિક્કો ? 

જો કોઈ વ્યક્તિ સિક્કો લેવા માંગે છે, તો તે તેને ઓનલાઈન માધ્યમથી લઈ શકે છે.  તેને સિક્યોરિટીઝ પ્રિન્ટિંગ એન્ડ કરન્સી મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની વેબસાઈટ દ્વારા ખરીદી શકાય છે. આ માટે, વ્યક્તિએ વેબસાઇટ પર જવું પડશે, જ્યાં તેને સિક્કાની લિંક દેખાશે અને ત્યાંથી સામાન્ય ઑનલાઇન શોપિંગની જેમ ખરીદી કરી શકાશે. આ સિક્કા ચાંદીના પણ હોય છે અને દરેક સિક્કાના આધારે તેની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે.

50 પૈસાનું ગણિત શું છે ?

રિઝર્વ બેંકે આ અંગે સંપૂર્ણ માહિતી આપી છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર હાલમાં બજારમાં 50 પૈસા, 1 રૂપિયા, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા ચલણમાં છે. આ પણ રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવે છે. આમાંથી કોઈ પણ સિક્કા ચલણમાંથી બહાર કાઢવામાં આવશે નહીં. આરબીઆઈએ હજુ સુધી 50 પૈસાના સિક્કાને ચલણમાંથી બહાર માન્યો નથી. આ સિક્કાઓને લેવા માટે કોઈ ના પાડી શકે નહીં.

આ પણ વાંચો :  EPFO : જો ખાતામાં PF વ્યાજ ન આવ્યું હોય તો ક્યાં કરવી ફરિયાદ? મિસ્ડ કોલ અને SMS સહીત આ 4 રીતે તપાસો તમારું બેલેન્સ

Published On - 7:59 pm, Fri, 12 November 21

Next Article