દરેકને અપેક્ષા છે કે બજેટ 2022માં (Budget 2022) સરકાર રિન્યુએબલ એનર્જીને લઈને મોટી જાહેરાત કરી શકે છે. મોદી સરકારનું ધ્યાન ક્લીન એનર્જી પર છે. સરકાર પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. આ માટે ઇલેક્ટ્રિક વાહનો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઈમિશનના લક્ષ્યને હાંસલ કરવા માટે સરકાર પાસે રિન્યુએબલ એનર્જીને લઈને પણ મોટી યોજનાઓ છે. એક રિપોર્ટ અનુસાર, ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 2030 સુધીમાં લગભગ 10 લાખ લોકોને રોજગાર આપવાની ક્ષમતા છે. રિપોર્ટ અનુસાર, આ સેક્ટરમાં મોટાભાગની નોકરીઓ નાના પાયાના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સથી પેદા થશે. હાલમાં આ સેગમેન્ટમાં 1.1 લાખ લોકોને રોજગારી મળી છે. જો આ સેગમેન્ટને યોગ્ય રીતે વિકસાવવામાં આવશે તો આગામી આઠ વર્ષમાં દસ ગણી વધુ નોકરીઓનું સર્જન થશે.
એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર કાઉન્સિલ, નેચરલ રિસોર્સિસ ડિફેન્સ કાઉન્સિલ અને ગ્રીન એમ્પ્લોયમેન્ટ માટે કૌશલ્ય પરિષદ દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલા સ્વતંત્ર અભ્યાસમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતનું રિન્યુએબલ એનર્જી સેક્ટર 2030 સુધીમાં લગભગ 10 લાખ લોકોને રોજગારી આપી શકે છે. આ સેક્ટર દ્વારા અગાઉના 1.1 લાખના અંદાજ કરતાં આ દસ ગણું વધારે છે.
CEEW-NRDC-SCGJ પૃથ્થકરણમાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે રોજગાર પર મહામારીની પ્રતિકૂળ અસરની પણ નોંધ લેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં મોટાભાગના નવા કર્મચારીઓ રૂફટોપ સોલર કેટેગરીમાં કામ કરી રહ્યા હતા. નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં, આ ક્ષેત્રની ક્ષમતા વાર્ષિક ધોરણે નવ ટકા વધી છે.
રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2019માં આ સેક્ટરમાં 12400 નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. તે જ સમયે, નાણાકીય વર્ષ 2020 માં 5200 અને નાણાકીય વર્ષ 2021 માં 6400 નવા કર્મચારીઓને રોજગારી આપવામાં આવી છે. ભારતે સૂર્યમિત્ર તાલીમ કાર્યક્રમ હેઠળ 78 હજાર લોકોને તાલીમ આપી છે. આ તાલીમ 2015-2017 વચ્ચે આપવામાં આવી છે. આ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં કુશળ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.
CEEW ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણાભ ઘોષે કહ્યું કે બજેટ 2022માં સરકારે રૂફટોપ સોલાર, મિની અને માઈક્રો ગ્રીડ સિસ્ટમ્સ અને ઘરેલું સોલાર મેન્યુફેક્ચરિંગ માટે વિશેષ ફંડની જાહેરાત કરવી જોઈએ. જેના કારણે આ સેક્ટરમાં ઘણી નોકરીઓ પેદા થશે.
આ પણ વાંચો : Budget 2022 : નાણાં મંત્રી બજેટ રજૂ કરે ત્યાર સુધી 100 થી વધુ લોકોને લોક ઈન કરવામાં આવ્યા, જાણો કેમ ભરાયું આ પગલું