રિલાયન્સ રિટેલ (Reliance Retail) નવી રિટેલ સ્ટોર બ્રાન્ડ ‘સ્માર્ટ બજાર’ (Smart Bazaar) લોન્ચ કરવા જઈ રહી છે. ફ્યુચર ગ્રુપના બિગ બજાર (Big Bazaar) આઉટલેટ જ્યાં કામ કરતા હતા તે જગ્યાઓ માટે તેણે આ નામ નક્કી કર્યું છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, ઉદ્યોગના બે અધિકારીઓએ તેમને કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ શાખા લગભગ 950 પ્રોપર્ટીમાં પોતાના સ્ટોર ખોલવા પર કામ કરી રહી છે. આ સ્ટોર્સ તે છે જે ફ્યુચર ગ્રુપે સબ-લીઝ પર લીધા હતા, પરંતુ ભાડું ચૂકવવાનું કારણ દર્શાવીને તેનો કબજો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
રિપોર્ટ અનુસાર, કંપની આ સ્થળોએ ઓછામાં ઓછા 100 સ્ટોર ખોલવાની યોજના ધરાવે છે, જેમાં કેટલાક સ્માર્ટ બજાર સ્ટોર્સનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે આ મહિને ખોલવામાં આવશે. જોકે, રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રૂપે હજુ સુધી આ રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલના હાલના સ્માર્ટ સુપરમાર્કેટ કરતાં સ્માર્ટ બજાર રોજિંદા કપડાં અને સામાન્ય માલસામાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આને બિગ બજારની તર્જ પર તૈયાર કરવામાં આવશે, જેથી ગ્રાહકો કનેક્ટેડ અનુભવી શકે.
કેટલીક મિલકતોમાં ફ્યુચર ગ્રુપના વધુ મોટા સ્ટોર્સ ઉપલબ્ધ છે, જે 60,000 સ્ક્વેર ફીટથી લઈને 100,000 સ્ક્વેર ફીટ સુધી વિસ્તરેલુ હોય છે. અહીં રિલાયન્સ તેની હાલની બ્રાન્ડ્સ જેમ કે રિલાયન્સ મોલ લાવશે. વધુમાં, ફ્યુચર ગ્રુપે રિલાયન્સ માટે સેન્ટ્રલ ફોર્મેટની ફ્યુચર ગ્રુપની એક ફ્રેન્ચાઈઝી તરીકે કામ કરવાની દરખાસ્ત મુકી છે, જેઓ ફીની ચુકવણી પર શોપ-ઇન-શોપ તરીકે કામ કરે છે.
રિલાયન્સ ફ્યુચર ગ્રુપના ગ્રોસરી સ્ટોર ઈઝી ડે અને હેરિટેજનુ સ્થાન લેવા માટે પોતાની કેટલીક નાની રિટેલ બ્રાન્ડ્સ જેમ કે 7-Eleven અને Reliance Fresh લોન્ચ કરશે. જ્યારે, કેટલાક વેલ્યુ એપેરલ ફોર્મેટ FBBને ટ્રેંડ્સમાં બદલવામાં આવશે. જે રિલાયન્સની વેલ્યુ ફેશન ચેઈન છે.
રિલાયન્સ હાલમાં એસી, સ્ટોકિંગ શેલ્ફ, લાઇટ, ચિલર, ફ્રીઝર, બિલિંગ મશીન, ટ્રોલી અને એસ્કેલેટર મશીન સહિતની તમામ ભૌતિક સંપત્તિઓ દૂર કરી રહી છે. આ સંપત્તિઓ હવે બેંકોની છે. ફ્યુચર ગ્રુપને 17,000 કરોડ રૂપિયાની લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કરવામાં આવ્યુ છે.