ખુશખબર : રિલાયન્સે ખરીદ્યા IPLના મીડિયા રાઈટ્સ, હવે આ એપ પર ફ્રિમાં જોઈ શકાશે IPL Match 2023

રિલાયન્સના યૂઝર્સ IPL મેચ ફ્રીમાં જોઈ શકશે અને આ માટે તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહી અને ન તો કોઈ સબસ્ક્રિપ્શન પ્લાન લેવો પડે.

ખુશખબર : રિલાયન્સે ખરીદ્યા IPLના મીડિયા રાઈટ્સ, હવે આ એપ પર ફ્રિમાં જોઈ શકાશે IPL Match 2023
Reliance bought media rights of IPL
| Edited By: | Updated on: Feb 23, 2023 | 1:56 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા હંમેશા કંઈક અલગ કરવા માટે જાણીતા છે. તેમની વિચારસરણી તેમના વ્યવસાય અને ઉત્પાદનો પર દેખાઈ આવે છે. હવે તે આઈપીએલમાં પણ આવું જ કંઈક કરવા જઈ રહ્યા છે. જેના કારણે રિલાયન્સના યૂઝર્સ IPL મેચ ફ્રીમાં જોઈ શકશે અને આ માટે તમારે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં અને ન તો કોઈ સબસ્ક્રિપ્શન પ્લાન લેવો પડશે.

આ માટે તમારે તમારા મોબાઈલમાં Jio Cinema એપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવી પડશે. કારણ કે તમે ફક્ત Jio સિનેમા દ્વારા IPL 2023 (IPL 2023) મેચનો એકદમ ફ્રીમાં એટલે કે મફતમાં આનંદ માણી શકશો.

તમને જણાવી દઈએ કે જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ Jioની શરૂઆત કરી હતી, ત્યારથી તેણે ફ્રી ડેટા, ફ્રી કોલિંગ ઓફર કરીને તેને ખૂબ જ લોકપ્રિય બનાવ્યું છે. રિલાયન્સ જિયો ફ્રી ઑફર્સ દ્વારા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે અને હવે આખા દેશમાં ધૂમ મચાવી રહી છે. જ્યારે લોકોને તેની આદત પડી ગઈ તો કંપનીએ ધીરે ધીરે રિચાર્જ પ્લાન શરૂ કર્યા. Jio હંમેશા તેની ફ્રી ઓફર્સ માટે જાણીતું છે. હવે Jio મેચ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ ઑફર્સ લાવ્યુ છે.

ફ્રીમાં જોઈ શકાશે IPL

અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના જૂથ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ને મફતમાં લાઈવ સ્ટ્રીમ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે, કંપનીએ $2.7 બિલિયન એટલે કે લગભગ રૂ. 2,23,49,88,45,000 ખર્ચીને IPLની મીડિયા રાઇડ્સ ખરીદી છે. IPL મેચ ફ્રીમાં બતાવીને કંપની કરોડો રૂપિયા કમાઈ શકે છે.

શું છે મેચ ફ્રીમાં બતાવવાનું કારણ ?

વાસ્તવમાં, આ કરીને કંપની વોલ્ટ ડિઝની અને એમેઝોનને ટક્કર આપવા માંગે છે. Viacom 18 એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને પરમલ ગ્લોબલ વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જેણે IPL મેચોના મીડિયા અધિકારો ખરીદ્યા છે. તેમ છતાં કંપની લોકોને ફ્રીમાં મેચ બતાવવાની તૈયારી કરી રહી છે. પરંતુ કંપની જાહેરાતો દ્વારા કરોડો રૂપિયા કમાવવાની યોજના પર કામ કરી રહી છે. એટલું જ નહીં, Jio ને પણ આનાથી ઘણો ફાયદો થશે. મેચ જોવા માટે ડેટાનો વપરાશ વધશે. IRL મેચના સ્ટ્રીમિંગ માટે વધુ ઇન્ટરનેટની જરૂર પડશે. જેનો ફાયદો રિલાયન્સ જિયોને મળશે.