RBI on digital currency: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikant Das) બુધવારે જણાવ્યું હતું કે ડિજિટલ કરન્સી સાથે સાયબર સુરક્ષા અને ડિજિટલ છેતરપિંડી (digital fraud) મુખ્ય પડકારો છે. આરબીઆઈ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) તરફ આગળ વધતાં તેમણે આ વાત કહી. મોનેટરી પોલિસી રિવ્યુ બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા દાસે કહ્યું, “સાયબર સિક્યોરિટી અને ડિજિટલ ફ્રોડ નવી વ્યવસ્થામાં મુખ્ય પડકારો છે. આપણે આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે.”
તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા નકલી કરન્સી અંગે ચિંતા રહેતી હતી. સીબીડીસીના કિસ્સામાં આ પ્રકારની વસ્તુઓ થઈ શકે છે. આનો સામનો કરવા માટે મજબૂત સુરક્ષા માળખાની સાથે અન્ય જરૂરી પગલાં લેવાની જરૂર પડશે. ડેપ્યુટી ગવર્નર ટી રવિશંકરે કહ્યું કે બે પ્રકારના સીબીડીસી હશે. પ્રથમ હોલસેલ અને બીજી છૂટક હશે. જથ્થાબંધ ડિજિટલ ચલણના કિસ્સામાં, ઘણું કામ કરવામાં આવ્યું છે, જ્યારે છૂટક કેસ થોડો જટિલ છે અને તેમાં થોડો સમય લાગશે.
આવતા વર્ષે પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી
નોંધનીય છે કે આરબીઆઈએ આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે, તેણે CBDC પર વિશ્વની અન્ય મુખ્ય સેન્ટ્રલ બેંકોની સાથે સરકારી ચલણ તરીકે કામ શરૂ કર્યું છે. રિપોર્ટ અનુસાર, આરબીઆઈ આવતા વર્ષની શરૂઆતમાં આ મામલે પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવાનું વિચારી રહી છે.
CBDC વર્તમાન ચલણનું ડિજિટલ સ્વરૂપ હશે
શંકરે સ્પષ્ટતા કરી હતી કે CBDC વર્તમાન પેપર કરન્સીનું ઇલેક્ટ્રોનિક વર્ઝન હશે. તેમણે એમ પણ કહ્યું કે આ કેસમાં ડિજિટલ ફ્રોડ અને સાયબર રિસ્કને લઈને મોટા પડકારો છે. તેમણે કહ્યું, “હોલસેલ એકાઉન્ટ આધારિત કેસમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. રિટેલ મુદ્દો જટિલ છે અને તેમા સમય લાગશે. જે પણ પહેલા તૈયાર થશે, તેને પ્રાયોગિક ધોરણે બહાર પાડવામાં આવશે.”
ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવાની કોઈ યોજના નથી
સરકારના મતે ક્રિપ્ટોકરન્સીને કાયદેસર કરવાની કોઈ યોજના નથી. કેન્દ્રીય નાણામંત્રીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકાર બિટકોઈનને ચલણનો દરજ્જો નહીં આપે. નાણા મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે સરકાર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અથવા CBDC પર વિચાર કરી રહી છે. તે કોઈપણ ક્રિપ્ટોકરન્સી જેવું નહીં હોય, તેનું સ્વરૂપ પૈસા કે રૂપિયા જેવું નહીં હોય, પરંતુ તે સંપૂર્ણપણે ડિજિટલ હશે.