ભારતમાં સરકાર દેશના ગરીબ લોકોની મદદ માટે હંમેશા નવા પ્રયાસો કરે છે. ત્યારે આવી જ એક દુકાન ખુલવા જઈ રહી છે જ્યાં જરૂરિયાતમંદ લોકોને તેમની જરૂરિયાત મુજબની તમામ રાશનની વસ્તુઓ મફતમાં મળી શકે ? એટલે કે અહીં તમારે રાશન માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે. તો ચાલો તમને આ અનોખી દુકાન વિશે વિગતવાર જણાવીએ.
જરૂરિયાતમંદ લોકો જ્યારે ઇચ્છે ત્યારે આ દુકાન પર આવી શકે છે અને ટૂથપેસ્ટ, ખાંડ, તેલ, ઇંડા, મસાલા, બ્રેડ, લોટ, શાકભાજી, ફળો વગેરે જેવી દૈનિક જરૂરિયાતો મફતમાં મેળવી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ માટે તમને અહીં રોકવાવાળું કોઈ નહીં હોય. તમે તમારી અનુકૂળતા મુજબ આ દુકાન પર જઈને તમારી જરૂરિયાત મુજબનો સામાન લઈ શકો છો.
તમને જણાવી દઈએ કે આ દુકાન હજુ ખુલી નથી, પરંતુ કેનેડાના સાસ્કાચેવનના રેજિનામાં ટૂંક સમયમાં ખુલવા જઈ રહી છે. આ પહેલો સ્ટોર હશે જ્યાં ગરીબ લોકોને મફતમાં રાશનની વસ્તુઓ મળશે. આ દુકાનને કોમ્યુનિટી ફૂડ હબ નામ આપવામાં આવ્યું છે અને તે અઠવાડિયામાં પાંચ દિવસ ખુલ્લી રહેશે. રેજિના ફૂડ બેંક આ પહેલ શરૂ કરી રહી છે.
મીડિયા સાથે વાત કરતા રેજિના ફૂડ બેંકના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું કે કોરોના પછી કેનેડામાં ફૂડ બેંકના યુઝર્સની સંખ્યામાં વધારો થયો છે. એટલે કે એવા લોકો કે જેઓ પોતાના માટે ખોરાક મેળવવા માટે સક્ષમ નથી. રેજિના ફૂડ બેંક એક NGO છે જે લોકોને મદદ કરે છે. તેમનું માનવું છે કે આ દુકાનની મદદથી તેઓ એવા લોકોને મદદ કરી શકશે કે જેઓ પહેલા સ્વાભિમાનના કારણે ભોજન માંગવામાં અચકાતા હતા. સીબીસીના રિપોર્ટ અનુસાર, રેજિના ફૂડ બેંકના યુઝર્સમાં 25 ટકાનો વધારો થયો છે.