જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કોરોના સંકટ પછી પણ શેરબજારમાં મેટલ સ્ટોક્સમાં ઊંચી માંગ રહી છે.ખાસ કરીને સ્ટીલ સેક્ટરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. ટાટા ગ્રૂપ(TATA GROUP)ની સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા સ્ટીલ(Tata Steel)એ છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે અને રતન ટાટા (RATAN TATA) ની આ કંપનીએ 1 વર્ષમાં જ રોકાણકારોના નાણાંમાં ત્રણ ગણા વધારો કર્યો હતો.
એક વર્ષમાં 250% નો ઉછાળો
ટાટા સ્ટીલનો શેર છેલ્લા એક વર્ષમાં લગભગ 250% વધ્યો છે. જ્યારે સેન્સેક્સ આ સમયગાળા દરમિયાન માત્ર 56% વધ્યો છે. 17 જૂન, 2020 ના રોજ કંપનીના શેરનો ભાવ 318.10 રૂપિયા હતો જે આજે 1133 રૂપિયા પર પહોંચી ગયો છે. જોકે આજે તેનો શેર NSE પર 3.21% ઘટાડા સાથે રૂ 1105.50 પર બંધ થયો છે.
ટાટા સ્ટીલના શેરમાં આ વર્ષે અત્યાર સુધીમાં 76% નો વધારો થયો છે. સ્ટીલના ભાવમાં વધારાને કારણે કંપનીને ઘણો ફાયદો થયો છે. જેની અસર સ્ટોક પાર દેખાઈ છે. આ સિવાય 31 માર્ચના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં પણ કંપનીનું દેવું 28% નોંધાયું છે.
ONGC ને રિપ્લેસ કરશે
ગ્લોબલ બ્રોકરેજ કંપની જેફરીઝે ટાટા સ્ટીલ શેરોને બાય રેટિંગ આપ્યું છે અને તેના શેરો માટે શેર દીઠ રૂ 1500 નો લક્ષ્યાંક ભાવ આપ્યો છે. અંદાજ છે કે કંપની રોકાણકારોને 36% વળતર આપી શકે છે. સીએલએસએ ટાટા સ્ટીલને બાય રેટીંગ પણ આપ્યું છે અને તેના શેરો માટે રૂ 1362 નો લક્ષ્યાંક ભાવ આપ્યો છે. આ સિવાય ટાટા સ્ટીલને બીએસઈ સેન્સેક્સમાં સામેલ કરવામાં આવશે કંપની ઓએનજીસીની જગ્યા લેશે.