શેરબજારમાં હજારો કરોડની કમાણી કરનાર રાકેશ ઝુનઝુનવાલાએ એક સાથે 72 વિમાનોનો ઓર્ડર આપ્યો

|

Nov 16, 2021 | 11:29 PM

અકાસા એર અને બોઇંગ દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત નિવેદન અનુસાર, કંપનીએ 737 MAX જેટના 72 એરક્રાફ્ટ ઓર્ડર આપ્યા છે. તેમાં 2 વેરિઅન્ટ્સ 737-8 અને 737-8-200નો સમાવેશ થાય છે.

શેરબજારમાં હજારો કરોડની કમાણી કરનાર રાકેશ ઝુનઝુનવાલાએ એક સાથે 72 વિમાનોનો ઓર્ડર આપ્યો
Rakesh Jhunjhunwala's Akasa Air orders 72 Boeing 737 MAX jets

Follow us on

વરિષ્ઠ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ તેમની એરલાઇન કંપની અકાસા એર (Akasa Air)  માટે 72 બોઇંગ એરોપ્લેનનો ઓર્ડર આપ્યો છે. અકાસા એર અને બોઇંગ દ્વારા જાહેર કરાયેલ સંયુક્ત નિવેદન અનુસાર, કંપનીએ 737 MAX જેટના 72 એરક્રાફ્ટ ઓર્ડર આપ્યા છે. તેમાં 2 વેરિઅન્ટ્સ 737-8 અને હાયર-એન્ડ 737-8-200નો સમાવેશ થાય છે. તાજેતરમાં, અકાસા એરલાઇનને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NoC) આપવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, નવી એરલાઇન દ્વારા ભારતના વધુને વધુ લોકોને હવાઈ મુસાફરી કરાવવાનું લક્ષ્ય છે.

બોઇંગનું કહેવું છે કે અકાસા એરલાઇન માટે એર ઓપરેટિંગ પરમિટ મેળવવા અને વ્યાપારી સેવા શરૂ કરવા માટે પ્રથમ ડિલિવરી 2022 સુધીમાં શરૂ થઈ શકે છે.

આગામી વર્ષ માટે ફ્લાઇટની તૈયારી
અકાસા એરની માલિકીની કંપની SNV એવિએશને ગયા મહિને એક નિવેદન જાહેર કર્યું હતું કે, તે જૂન-2022થી ઉડાન ભરવાની તૈયારી કરી રહી છે. પ્રારંભિક મંજૂરી મળ્યા પછી, દેશમાં સૌથી ઓછી કિંમતની એરલાઇન શરૂ કરવામાં આવશે. કંપની તેને અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર તરીકે રજૂ કરશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર શું છે?
અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર એ સસ્તી હવાઈ સેવાનો વિકલ્પ છે. તે એક રીતે ‘નો ફ્રિલ્સ એરલાઈન્સ’ (No Frills Airlines) છે, એટલે કે આવી ફ્લાઇટ સર્વિસ, જેમાં મુસાફરોને માત્ર આવશ્યક સુવિધાઓ જ આપવામાં આવે છે અને ટિકિટ સસ્તી (Cheap Ticket) હોય છે. વધારાની સેવા માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે.

આમાં વિમાનમાં એક – એક ઈંચ જગ્યાની કિંમત હોય છે.  જાહેરાતના આધારે ખર્ચ કાઢીને ભાડું ઓછું લેવામાં આવે છે. ફોલ્ડેબલ સીટ બેક ટ્રે, પેપર કપ, ફૂડ પેકેજીંગ વગેરે પર જાહેરાતો હોય છે. આ અંતર્ગત વિમાનમાં ઈન-ફ્લાઇટ એન્ટરટેઈનમેન્ટ, ફૂડ અને બિઝનેસ ક્લાસ સીટીંગ જેવી સુવિધાઓ પર ખર્ચ કરવામાં આવતો નથી.

નવી ઓછી કિંમતની એરલાઇનમાં 40% ભાગીદારી 
રાકેશ ઝુનઝુનવાલા 260.7 કરોડ રૂપિયાના રોકાણ સાથે નવી લો કોસ્ટ એરલાઇન વેંચર શરૂ કરવા જઈ રહ્યા છે. નવી એરલાઇનમાં ઝુનઝુનવાલાની 40 ટકા ભાગીદારી હશે.

ઝુનઝુનવાલા સ્થાનિક ઉદ્યોગસાહસિકો પર દાવ લગાવવા માટે જાણીતા છે અને તેમણે ભૂતકાળમાં પણ ઉડ્ડયન ઉદ્યોગમાં નાનું રોકાણ કર્યું છે. તેઓ સ્પાઈસજેટમાં 1 ટકા હિસ્સો ધરાવે છે અને જેટ એરવેઝમાં પણ તેમની પાસે 1% હિસ્સો છે, જે 2019 થી બંધ છે. ભારતીય બજારોમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં ઝુનઝુનવાલાએ કહ્યું છે કે ભારતમાં તેજી આગળ પણ ચાલુ રહેશે અને ભારતમાં મોંઘવારીની ચિંતા ટૂંકા ગાળાની છે.

આ પણ વાંચો :  Aryan Khan Drug Case: નવાબ મલિકનો નવો ખુલાસો, ગોસાવી અને કાશિફ ખાનની વોટ્સએપ ચેટ શેર કરી પૂછ્યું- આની સાથે સમીર વાનખેડેનો શું સંબંધ છે?

Next Article