PNBએ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે વીડિયો કૉલની સુવિધા શરૂ કરી, 28 ફ્રેબ્રુઆરી સુધી કરી શકાશે જમા

|

Jan 09, 2022 | 5:48 PM

પેન્શનરોએ દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં પેન્શન એજન્સી અથવા બેંકમાં તેમનું જીવન પ્રમાણપત્ર ફાઇલ કરવાનું હોય છે. આ વર્ષે તેની સમયમર્યાદા 31 ડિસેમ્બર હતી, જે હવે વધારીને 28 ફેબ્રુઆરી કરવામાં આવી છે.

PNBએ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે વીડિયો કૉલની સુવિધા શરૂ કરી, 28 ફ્રેબ્રુઆરી સુધી કરી શકાશે જમા
The government has said that no one's pension will stop due to non-issuance of life certificate.

Follow us on

જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક (PNB) એ પેન્શનધારકોની સુવિધા માટે એક નવી સુવિધા રજૂ કરી છે. PNB એ કેન્દ્ર સરકારના પેન્શનરો માટે લાઈફ સર્ટીફીકેટ (Life Certificate) અથવા જીવન પ્રમાણપત્ર (Jeevan Pramaan Patra) સબમિટ કરવા માટે વિડિયો કૉલ સેવા શરૂ કરી છે. આ પગલું કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ચાલુ COVID-19 મહામારી વચ્ચે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાનું પહેલા કરતા વધુ સરળ બનાવશે.

PNB ની નવી વિડિયો-આધારિત કસ્ટમર આઈડેન્ટિફીકેશન પ્રોસેસ (V-CIP) પેન્શનરોને તેમના ઘરની આરામથી પરેશાની મુક્ત અને સુરક્ષિત રીતે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવામાં સક્ષમ બનાવશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

પંજાબ નેશનલ બેંકે ટ્વિટ કરીને વીડિયો કોલ દ્વારા લાઈફ પ્રૂફ સબમિટ કરવાની જાણકારી આપી છે. બેંકે પોતાના ટ્વીટમાં કહ્યું કે, હવે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પહેલા કરતા વધુ સરળ છે. પીએનબીએ ટ્વીટમાં જણાવ્યું છે કે તમે વીડિયો કોલ દ્વારા તમારા દસ્તાવેજો કેવી રીતે સબમિટ કરી શકો છો.

તમને જણાવી દઈએ કે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયની દેખરેખ હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) એ તાજેતરમાં તમામ વય જૂથોના કેન્દ્ર સરકારના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી, 2022 સુધી લંબાવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2021 નક્કી કરવામાં આવી હતી. આ બીજી વખત છે જ્યારે સરકારના પેન્શન વિભાગે જીવન પ્રમાણપત્રમાં પ્રવેશ માટેની છેલ્લી તારીખ લંબાવી છે.

પેન્શન બંધ નહીં થાય

સામાન્ય રીતે, દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં, પેન્શનરોએ તેમનું જીવન પ્રમાણપત્ર બેંક અથવા પેન્શન એજન્સીમાં ફાઇલ કરવાનું હોય છે. પરંતુ તે 30 નવેમ્બરના બદલે 31 ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું. આ પછી, તાજેતરમાં 31 ડિસેમ્બરની તારીખ લંબાવીને 28 ફેબ્રુઆરી 2022 કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે લાઇફ સર્ટિફિકેટ નહીં આપવાને કારણે કોઇનું પેન્શન બંધ નહીં થાય.

તમારા દસ્તાવેજો આ રીતે વીડિયો કોલ દ્વારા સબમિટ કરો

  • સૌથી પહેલા પંજાબ નેશનલ બેંકની ઓફિશિયલ વેબસાઈટ https://www.pnbindia.in/ પર જાઓ અને લાઈફ સર્ટિફિકેટ પસંદ કરો.
  • અહીં તમારો એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો.
  • તમારો આધાર નંબર દાખલ કરો અને આગળ વધવા માટે નિયમો અને શરતો સ્વીકારો.
  • આધાર વેરિફિકેશન માટે OTP દાખલ કરો.
  • તમારા પેન્શનનો પ્રકાર પસંદ કરો- જો તમે નિયમિત પેન્શન પસંદ કરો છો, તો વિડિયો લાઇફ સર્ટિફિકેટ માટે ‘સબમિટ રિક્વેસ્ટ’ પર ક્લિક કરો.
  • જો તમે ફેમિલી પેન્શન પસંદ કરો છો, તો તમારી રોજગાર અને વૈવાહિક સ્થિતિની વિગતો દાખલ કરો અને વિડિયો લાઇફ સર્ટિફિકેટ માટે ‘સબમિટ રિક્વેસ્ટ’ પર ક્લિક કરો.
  • જીવન પ્રમાણ માટેની તમારી રીક્વેસ્ટ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવી છે.
  • વિડિયો લાઇફ સર્ટિફિકેટ પ્રક્રિયાની નોંધ કરો.
  • Android અને iOS માટે, સૂચનાઓને ધ્યાનથી વાંચો અને ‘Call Now’ પર ક્લિક કરો.
  • ખાતરી કરો કે તમે તમારી બ્રાઉઝર પરવાનગી સક્ષમ કરી છે અને પછી ‘સ્ટાર્ટ કૉલિંગ’ પર ક્લિક કરો. મહેરબાની કરીને રાહ જુઓ, જ્યારે  અમારા બેંક અધિકારીઓ ઉપલબ્ધ હોય ત્યારે કૉલમાં હાજરી આપશે.
  • કૉલ દરમિયાન, બેંક અધિકારીઓ વાતચીત કરશે અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કેટલાક પ્રશ્નો પૂછશે. તેઓ તમારી તસવીર પણ લેશે.
  • તમારા જીવન પ્રમાણપત્રની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તમને એસએમએસ દ્વારા સ્ટેટસ વિશે જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  CNG, PNG Price Hike: CNG અને PNG ગેસના ભાવ ત્રણ અઠવાડિયામાં બીજી વખત વધ્યા, અહીં ચેક કરો નવા ભાવ

Next Article