વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021નુ કરશે ઉદ્ધાટન, 50થી વધુ દેશ લેશે ભાગ

|

Mar 02, 2021 | 9:25 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે, મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021 (Maritime India Summit 2021)નું ઉદ્ધાટન કરશે. આજની સમિટ, ભારતને સમુદ્રી ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021નુ કરશે ઉદ્ધાટન, 50થી વધુ દેશ લેશે ભાગ
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi ) આજે વિડીયો કોન્ફરન્સથી મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2021 (Maritime India Summit 2021)નું ઉદ્ધાટન કરશે. 50 દેશના એક લાખથી વધુ પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પીએમ મોદીએ ટવીટ કરીને કહ્યુ છે કે, આ સંમેલન સમદ્રી ક્ષેત્રમાં હીત ધરાવનારાઓમાં એકતા સ્થપાશે. અને ભારતની સમુદ્દી અર્થ વ્યવસ્થાના વિકાસને વધુ આગળ લઈ જવામા મહત્વની સાબિત થશે.

સમદ્રી ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં આજની સમીટ મહત્વની સાબિત થશે. કેન્દ્રીય બંદર અને પરિવહન પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યુ કે, આજની સમિટ, ભારતને સમુદ્રી ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. દેશમાં બંદર (port)નુ આધુનિકરણ થઈ રહ્યું છે. આ ક્ષેત્રે મૂડીરોકાણને આકર્ષવા માટે મેરીટાઈમ વિઝન તૈયાર કરેલ છે. ભારતીય સમુદ્રના આધુનિકરણ, વિકાસ, ક્રુઝ પ્રવાસન, રો પૈક્સ ફેરી સેવા, સી પ્લેન સેવાની માંગ વધી રહી છે. 50થી વધુ દેશના સંબધિતોએ આ સમિટમાં ભાગ લેવા માટે નોંધણી કરાવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મેરીટાઈમ વિઝન પણ લોકો સામે રજૂ કરશે.

Next Article