Gold Price : તહેવારોમાં સોનાના ભાવ વધશે, ગોલ્ડ બેંકોએ શિપમેન્ટ ઘટાડ્યું, જાણો કેમ

Gold Price : સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં સોનું સપ્લાય કરતી બેંકની તિજોરીમાં ગયા વર્ષના સ્તર કરતાં ઓછું સોનું છે. આવી સ્થિતિમાં, જો માગ વધે તો ઓછા પુરવઠાને કારણે, કિંમતોમાં વધારો થવાની સંભાવના છે.

Gold Price : તહેવારોમાં સોનાના ભાવ વધશે, ગોલ્ડ બેંકોએ શિપમેન્ટ ઘટાડ્યું, જાણો કેમ
Gold Price Today
| Edited By: | Updated on: Oct 05, 2022 | 12:33 PM

આ તહેવારોની સિઝનમાં સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. જો કે તેની પાછળ માગ અને પુરવઠાનું કોઈ સીધું ગણિત નથી, પરંતુ સોનું (Gold) સપ્લાય કરતી બેંકોની પોતાની નફાની રમત છે. NDTVના એક અહેવાલ મુજબ, સોનાનો સપ્લાય કરતી બેંકોએ તહેવારોની સિઝન પહેલા દેશમાં સોનાનો પુરવઠો ઘટાડી દીધો છે. આનાથી સોનાની માગ કરતાં ઓછા પુરવઠાની સ્થિતિ સર્જાઈ રહી છે અને એવી આશંકા છે કે તહેવારોની સિઝનમાં સોનું ખરીદનારા ગ્રાહકોએ પ્રીમિયમ પર સોનું ખરીદવું પડી શકે છે. એટલે કે, સોનાના વાસ્તવિક મૂલ્ય કરતાં કેટલાક વધારાના પૈસા ચૂકવવા પડી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ તહેવારોમાં સોનું મોંઘુ (Gold Price) થઈ શકે છે.

આ સોનાની રમત શું છે

સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશને સોનું સપ્લાય કરતી આઈસીબીસી સ્ટાન્ડર્ડ બેંક, જેપી મોર્ગન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ જેવી મોટી બેંકોના લોકરમાં ઓછું સોનું રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે, આ બેંકો તહેવારોની સીઝન પહેલા તેમની તિજોરીઓમાં સોનાની માત્રામાં વધારો કરતી હતી, જો કે આ વર્ષે બેંકો એવા દેશોમાં સોનાનો પુરવઠો વધારી રહી છે જ્યાં તેમને વધુ નફો મળી રહ્યો છે. આ કારણે ભારતમાં સોનાનો પુરવઠો ઘટ્યો છે.

જો તહેવારોની સિઝનમાં બજારમાં માગ ગત વર્ષ કરતા વધુ રહેશે તો ગ્રાહકોને પહેલા કરતા વધુ નાણા ચૂકવવા પડશે. તેની આશંકા પણ ઉભી થવા લાગી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર તહેવારોની સિઝનની શરૂઆતમાં બેંકોની તિજોરીમાં ટન જેવી મોટી સંખ્યામાં સોનું પડતું હતું. પરંતુ આ વર્ષે આ જથ્થો માત્ર અમુક કિલોમાં જ છે. એટલે કે જો તમારે સોનું જોઈતું હોય તો વધુ કિંમત ચૂકવવા તૈયાર રહો.

ચીન અને તુર્કીએ ભારતનો હિસ્સો લીધો

બેંકોના સપ્લાયમાં ઘટાડો થવા પાછળ ચીન અને તુર્કી મુખ્ય કારણ છે. વાસ્તવમાં આ દેશોની સ્થાનિક પરિસ્થિતિઓને કારણે તેમની માગ વધી છે. આ સાથે જ સોના પર મળતા પ્રીમિયમમાં પણ વધારો થયો છે. એટલા માટે બેન્કો વધુ નફો મેળવવા માટે ભારતને બદલે આ દેશોમાં સોનું સપ્લાય કરી રહી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં હાલમાં સોનાનું પ્રીમિયમ $ 1 થી $ 2 પ્રતિ ઔંસ છે, જે ગયા વર્ષના $4 પ્રતિ ઔંસના પ્રીમિયમ કરતાં ઓછું છે.

ચીનમાં મહામારી પછી માગમાં તેજી સાથે, પ્રીમિયમ વધીને $20 થી $ 45 પ્રતિ ઔંસ થઈ ગયું છે. તુર્કીમાં તે $80 પ્રતિ ઔંસ સુધી છે. તુર્કીમાં ફુગાવાના દરમાં તીવ્ર ઉછાળો છે અને અર્થવ્યવસ્થામાં ઘણું દબાણ છે, જેના કારણે તુર્કીમાં સોનામાં રોકાણની માગ ઘણી વધારે છે. ભારતની સરખામણીમાં અન્ય દેશોમાં આટલા ઊંચા પ્રીમિયમને કારણે બેન્કો તેમનો પુરવઠો અન્ય દેશોમાં ડાયવર્ટ કરી રહી છે, જેના કારણે સ્થાનિક સ્તરે કિંમતો પર દબાણ જોવા મળી શકે છે.