શું તમે જાણો છો ગર્ભવતી મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર આપે છે પૈસા? આ રીતે મેળવો આ યોજનાનો લાભ

PMMVY scheme હેઠળ કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાને 5 હજાર રૂપિયાનું રોકડ પ્રોત્સાહન આપે છે. આ ત્રણ હપ્તામાં મળે છે. આ સિવાય અલગ અલગ રાજ્ય સરકારો પણ આ પ્રકારની યોજનાઓ ચલાવે છે.

શું તમે જાણો છો ગર્ભવતી મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર આપે છે પૈસા? આ રીતે મેળવો આ યોજનાનો લાભ
| Edited By: | Updated on: Oct 09, 2021 | 10:08 PM

Pradhan Mantri Matru Vandana Yojana: આપણા દેશમાં મહિલાઓની મોટી વસ્તી બાળકના જન્મ માટે સરકારી હોસ્પિટલમાં જાય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ત્યાંની સારવાર ખૂબ જ સસ્તી છે. મોટાભાગના લોકો પાસે વીમાની સુવિધા હોતી નથી, તેથી તેમના માટે ખાનગી હોસ્પિટલના ખર્ચનો બોજ પણ ઉઠાવવો શક્ય નથી. તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે એક યોજના હેઠળ, સરકાર બાળકના જન્મ પર માતાને પૈસા પણ આપે છે.

 

કેન્દ્ર સરકારની આ યોજનાનું નામ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) છે. આ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત છે. આ યોજના હેઠળ જ્યારે કોઈ મહિલા ગર્ભવતી બને છે, ત્યારે સરકાર તેના બેંક ખાતામાં 5000 રૂપિયા આપે છે. તે ત્રણ હપ્તામાં જમા થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાએ છેલ્લા માસિક સ્રાવની તારીખ વિશે માહિતી આપવી પડશે. આ આધારે પ્રથમ અને બીજો હપ્તો મળશે.

 

નોંધણી 150 દિવસની અંદર કરવાની રહેશે

જો કોઈ મહિલા આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તો તેણે માન્ય આરોગ્ય કેન્દ્રમાં નોંધણી કરાવવી પડશે. આ કામ માસિક સ્રાવની  (LMP/Last Menstrual Period) તારીખથી 150 દિવસની અંદર કરવું પડશે. તેનો ઉપયોગ માતા-બાળ સુરક્ષા કાર્ડ બનાવવા માટે થાય છે.

 

આ યોજના માટે પાત્રતા

આ યોજનાની પાત્રતા વિશે વાત કરતા તે મહિલાઓ માટે છે જે ગર્ભવતી થયા પહેલા મજૂરી કામ કરતી હતી અને ગર્ભાવસ્થાને કારણે કામ છોડવું પડ્યું હતું. પરંતુ  જો કોઈ મહિલા કેન્દ્ર કે રાજ્ય સરકાર સાથે કામ કરે છે. આ ઉપરાંત, જો તેને મેટરનીટી લીવનો  લાભ મળી રહ્યો છે તો તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.

 

રાજ્ય સરકારો પણ આવી યોજનાઓ ચલાવે છે

કેન્દ્ર ઉપરાંત સગર્ભા સ્ત્રીઓ માટેની યોજના રાજ્ય સરકારો દ્વારા પણ ચલાવવામાં આવે છે. PMMVY યોજના સિવાય અન્ય ઘણી રાજ્ય સરકારો તેમના રાજ્યની મહિલાઓ ગર્ભવતી બને ત્યારે આર્થિક મદદ પૂરી પાડે છે. તમિલનાડુ સરકારની આવી યોજનાનું નામ DMMBS (ડો. મુથુટલક્ષ્મી મેટરનિટી બેનિફિટ સ્કીમ) છે. આ અંતર્ગત કોઈપણ સગર્ભા સ્ત્રીને બે બાળકો માટે 18-18 હજાર રૂપિયાનું રોકડ પ્રોત્સાહન મળે છે. આ રકમ પાંચ હપ્તામાં ચૂકવવામાં આવે છે. તેમાં 2000 રૂપિયાની પોષણ કીટ પણ શામેલ છે.

ઓડિશામાં મમતા યોજના

એ જ રીતે, ઓડિશા સરકાર મમતા યોજના ચલાવે છે. આ અંતર્ગત ગર્ભવતી મહિલાઓને 5,000 રૂપિયાનું રોકડ પ્રોત્સાહન મળે છે. મોટાભાગની રાજ્ય સરકારો આવી યોજનાઓ ચલાવે છે. જો કે, માહિતીના અભાવે લોકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી.

 

આ પણ વાંચો :  વિશ્વ બેંકે કહ્યું – ભારતીય અર્થતંત્ર 8.3 ટકાના દરે વૃદ્ધિ કરશે

Published On - 10:06 pm, Sat, 9 October 21