PPF vs EPF vs VPF: જાણો ક્યા મળે છે વધારે રીટર્ન અને રોકાણ કરતા પહેલા કઈ વાતનું રાખવું જોઈએ વિશેષ ધ્યાન

|

Oct 17, 2021 | 6:35 PM

નાણાકીય નિષ્ણાતો સલાહ આપતા હોય છે કે જો તમે નોકરી કરો છો તો PPFને બદલે VPF પસંદ કરવું વધુ ફાયદાકારક છે. જો પગારદાર વ્યક્તિ તેના પીએફ ખાતામાં 12 ટકાથી વધુ યોગદાન આપવા માંગે છે તો તે આમ કરી શકે છે.

PPF vs EPF vs VPF: જાણો ક્યા મળે છે વધારે રીટર્ન અને રોકાણ કરતા પહેલા કઈ વાતનું રાખવું જોઈએ વિશેષ ધ્યાન
PPF Account

Follow us on

PPF vs EPF:  પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ બંને સરકાર સમર્થિત નિવૃત્તિ યોજનાઓ છે. EPF મુખ્યત્વે પગારદાર વ્યક્તિ માટે રચાયેલ છે. તે જ સમયે પીપીએફ સામાન્ય લોકો માટે ડિઝાઈન કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ અને જાહેર ભવિષ્ય નિધિ બંને હેઠળ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર કલમ 80C હેઠળ કપાતનો લાભ મળે છે.

 

નાણાકીય નિષ્ણાતો ભલામણ કરે છે કે જો તમે નોકરી કરો છો તો PPFને બદલે VPF પસંદ કરવું વધુ ફાયદાકારક છે. સેબી રજિસ્ટર્ડ ટેક્સ અને ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે જો કોઈ પગારદાર વ્યક્તિગત ટેક્સ બચાવવાનું વિચારી રહ્યો હોય તો વીપીએફ પીપીએફ કરતાં વધુ સારો વિકલ્પ છે. વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)માં વ્યાજ દર 8.5%છે, જે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ જેટલું  છે. તે જ સમયે PPF પર વ્યાજ દર હાલમાં 7.1 ટકા છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

પગારદાર વ્યક્તિઓ સરળતાથી VPFમાં રોકાણ કરી શકે છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના નિયમો અનુસાર જો કોઈ પગારદાર વ્યક્તિ તેના ભવિષ્ય નિધિ ખાતામાં 12 ટકાથી વધુ યોગદાન આપવા માંગે છે તો તે આમ કરી શકે છે. આ માટે તેણે પોતાની કંપનીના એચઆરનો સંપર્ક કરવો પડશે. તે જોઈનિંગ વખતે અથવા કોઈપણ નાણાકીય વર્ષની શરૂઆતમાં આમ કરી શકે છે. VPF હેઠળ એમ્પ્લોયરનો હિસ્સો વધતો નથી. તેથી જ તેને કોઈ સમસ્યા થશે નથી.

જો તમને વચ્ચે પૈસા જોઈએ છે તો PPF પસંદ કરો

VPF અને PPF વચ્ચે પસંદગી કરતી વખતે વધુ એક બાબત ધ્યાનમાં રાખો કે શું તમે માત્ર નિવૃત્તિ ફંડ વિશે વિચારી રહ્યા છો અથવા થોડા વર્ષો પછી આ ફંડનો ઉપયોગ કરવા માંગો છો. PPF પાકતી મુદત પછી ઉપાડની સુવિધા પૂરી પાડે છે. જોકે આ સુવિધા EPF અને VPF સાથે ઉપલબ્ધ નથી.

VPF શું છે?

વાપીએફનું પૂરું નામ વોલેન્ટરી પ્રોવિડન્ટ ફંડ છે. આ ઈપીએફનું વિસ્તરણ છે અને તેના કારણે માત્ર નોકરી ધરાવતા લોકો જ તેને ખોલી શકે છે. જ્યારે તમે EPF ખાતામાં વધારાના પૈસા જમા કરો છો, ત્યારે તેને VPF કહેવાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમારા પગારમાંથી ઈપીએફના 3000 રૂપિયા કાપવામાં આવે છે અને તેને ઈચ્છા મુજબ વધારીને 4000 કે 5000 કરો તો વધારાના પૈસા વીપીએફ છે. તે EPFના 12 ટકાથી અલગ છે.

કોણ ખોલી શકે?

EPF એકાઉન્ટ ધરાવતા લોકો જ આનો લાભ લઈ શકે છે. આ માટે કોઈ અલગ ખાતું નથી, તમારે ફક્ત તમારા PF ખાતામાં વધુ પૈસા જમા કરાવવાના રહેશે. બેરોજગાર લોકો અને અસંગઠિત ક્ષેત્રના લોકો આનો લાભ લઈ શકતા નથી.

કેટલું મળે છે વ્યાજ? 

VPF એક અલગ ખાતું નથી, તે EPFમાં ફક્ત તમારો વધારાનો હિસ્સો છે. તેથી, આના પર સમાન વ્યાજ ઉપલબ્ધ છે જે PF એકાઉન્ટ પર ઉપલબ્ધ છે. જે વર્ષે પીએફ પર જે વ્યાજનો દર હોય છે, તેટલું જ વ્યાજ વીપીએફ પર ઉપલબ્ધ હોય છે. જોકે પીએફના વ્યાજ દર બદલાતા રહે છે, પરંતુ હજુ પણ તેમાં પીપીએફ ખાતા કરતાં વધુ નાણાં મળતા હોય છે.

 

(નોંધ: આ અહેવાલનો હેતુ ફક્ત તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. આ અહેવાલના આધારે કરેલા રોકાણથી  નફા કે નુક્સાન સાથે અમારા  કોઈ લેવાદેવા રહેશે નહીં. કૃપયા રોકાણ કરતાં પહેલા તમારા આર્થીક સલાહકારની મદદ અવશ્ય લેવી.)

 

આ પણ વાંચો :  હવે તમારો Aadhaar Card બન્યો વધુ સુરક્ષિત, જાણો સરકારે શું કર્યો ફેરફાર

Published On - 5:06 pm, Sun, 17 October 21

Next Article