જૂનના પહેલા અઠવાડિયામાં વીજ વપરાશમાં 12.6 ટકાનો વધારો થયો , અર્થતંત્ર માટે રિકવરીના સંકેત

દેશમાં વીજળીના વપરાશ(electricity consumption)માં વધારો નોંધાયો છે. આ વધારો દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓમાં ધીમેધીમે સુધરી રહી હોવાના સંકેત આપી રહ્યો છે.

જૂનના પહેલા અઠવાડિયામાં વીજ વપરાશમાં 12.6 ટકાનો વધારો થયો , અર્થતંત્ર માટે રિકવરીના સંકેત
Power Finance Corporation - PFC
| Updated on: Jun 10, 2021 | 8:30 AM

દેશમાં વીજળીના વપરાશ(electricity consumption)માં વધારો નોંધાયો છે. આ વધારો દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓમાં ધીમેધીમે સુધરી રહી હોવાના સંકેત આપી રહ્યો છે. દેશમાં વીજળીનો વપરાશ જૂનના પહેલા અઠવાડિયામાં 12.6 ટકા વધીને 25.38 અબજ યુનિટ થયો છે. ૧૦ ટકાથી વધુ વીજમાંગમાં વધારાને વેપારી પ્રવૃત્તિમાં સુધારા તરીકે જોડવામાં આવી રહી છે.

સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.જેઆંકડા દર્શાવે છે કે દેશમાં વ્યાપારી અને ઔદ્યોગિક વીજળીની માંગમાં રિકવરી ગતિ હજુ ધીમી છે. વીજ મંત્રાલયના આંકડા અનુસાર, ગયા વર્ષે જૂનના પહેલા અઠવાડિયામાં વીજળીનો વપરાશ 22.53 અબજ યુનિટ હતો.

નિષ્ણાતો કહે છે કે ગયા વર્ષના નીચા આધાર પ્રભાવને કારણે વીજ વપરાશ અને માંગમાં રિકવરીની ગતિ સુસ્ત રહી છે. ગયા વર્ષે જૂનના આખા મહિનામાં વીજળીનો વપરાશ લગભગ 11 ટકા ઘટીને 105.08 અબજ યુનિટ રહ્યો હતો. જૂન 2019 માં તે 117.98 અબજ યુનિટ હતો.

જાણો મેના પહેલા અઠવાડિયામાં શું હતી સ્થિતિ
કોવિડ -19 રોગચાળાની બીજી લહેરના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન અને પ્રતિબંધ હોવા છતાં આ વર્ષે મે મહિનાના પહેલા અઠવાડિયામાં વીજળીનો વપરાશ 26.24 અબજ યુનિટ રહ્યો છે. આ અનુસાર જૂનના પ્રથમ સપ્તાહમાં મેના પ્રથમ સપ્તાહની તુલનામાં 3.35 ટકાનો ઘટાડો થયો છે.

જૂન 2020 વીજમાંગની સ્થિતિ
જૂનના પહેલા સપ્તાહમાં વ્યસ્ત સમયની ડિમાન્ડ પાછલા વર્ષની તુલનામાં લગભગ 15 ટકા વધીને 168.72 ગિગાવોટ (7 જૂન) થઈ છે. ગયા વર્ષે 6 જૂને તે 146.53 ગિગાવોટ રહી હતી. જૂન 2019 માં વ્યસ્ત સમયની વીજમાંગ 181.52 ગિગાવોટ(4 જૂન) હતી. ગત વર્ષે આખા જૂનમાં આ માંગ ઘટીને 164.98 ગિગાવોટથઈ હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં 182.45 ગિગાવોટ હતી.