PM Kisan : કેમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ રકમ , જાણો શું છે કારણ

|

May 05, 2021 | 8:33 AM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM Kisan Yojana)નો હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે.

PM Kisan : કેમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ રકમ , જાણો શું છે કારણ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ(PM Kisan Yojana)નો હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. આપને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સરકાર તમારા ખાતાઓમાં 2000 રૂપિયા ક્રેડિટ કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ૮ માં હપ્તા માટે પૈસા ટૂંક સમયમાં મળશે. જો કે આ હપતા મોકલવામાં મોડુ થઈ ગયું છે. માહિતી મળી રહી છે કે આ હપ્તાની રકમ ચાલુ મહિનામાં મળી શકે છે.

કેમ પૈસા મળવામાં મોડું થયું છે ?
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કોરોના કટોકટીના કારણે આ વખતે હપ્તામાં વિલંબ થઈ રહ્યો છે આ સિવાય તેનો લાભ મેળવનારા અયોગ્ય ખેડૂતો પાસેથી પૈસા વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી લગભગ 19,000 કરોડની રકમ પ્રથમ હપ્તા તરીકે લગભગ 9.5 કરોડ ખેડુતોને આપવામાં આવશે.

ક્યારે ખાતામાં પૈસા આવશે?
8 માં હપ્તાની રકમ પહેલી એપ્રિલથી મળવાની શરૂઆત થવાની હતી પરંતુ હજી સુધી તે ખેડૂતોના ખાતામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 10 મે સુધીમાં ખેડૂતોના ખાતામાં જોવા મળી શકાશે. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

લિસ્ટમાં આ પ્રમાણે તમારું નામ તપાસો
1. સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.

2. તેના હોમપેજ પર તમે Farmers Cornerનો વિકલ્પ જોશો.

3. Farmers Corner વિભાગની અંદર તમારે Beneficiaries Listના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

4. પછી તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવું પડશે.

5 . આ પછી તમારે Get Report પર ક્લિક કરવું પડશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ લિસ્ટ દેખાશે જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

 

 

યોજનાનો લાભ લેવા આ રીતે નોંધણી કરો
1. સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લો

2. હવે Farmers Corner પર જાઓ.

3. અહીં તમે’New Farmer Registration’ પર ક્લિક કરો

4. આધાર નંબર દાખલ કરો

5. કેપ્ચા કોડ દાખલ કરીને રાજ્યની પસંદગી કરવાની રહેશે અને ત્યારબાદ પ્રક્રિયા આગળ વધારવી પડશે.

6. તમારી વ્યક્તિગત માહિતી ભરવી પડશે.

7. બેંક ખાતાની વિગતો અને ફાર્મથી સંબંધિત માહિતી ભરવાની રહેશે.

8. હવે તમે ફોર્મ સબમિટ કરી શકો છો.

Published On - 8:32 am, Wed, 5 May 21

Next Article