PM Kisan Scheme : પીએમ કિસાન સન્માન નિધિના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થશે જમા

|

Nov 23, 2021 | 5:59 PM

PM Kisan 10th Installment : કેન્દ્રએ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને મદદ કરવા નાણાકીય વર્ષ 2022માં પીએમ કિસાન યોજના માટે 43,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

PM Kisan Scheme : પીએમ કિસાન સન્માન નિધિના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થશે જમા
PM Kisan Samman Nidhi 10th Installment Date

Follow us on

જો તમે પીએમ કિસાન સન્માન નિધિના (PM Kisan Samman Nidhi) 10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કૃષિ મંત્રાલયના સૂત્રો (Ministry of Agriculture) પાસેથી મળેલી માહિતી મુજબ ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીની (elections) જાહેરાત થવા જઈ રહી છે. એટલા માટે સરકાર આ મહિનાના અંત સુધીમાં 10મા હપ્તાની જાહેરાત કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 15 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર સુધીમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ખેડૂતોની મદદ માટે સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ નાણાકીય વર્ષનો 2જો હપ્તો 9 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો જે આ યોજનાનો 9 મો હપ્તો હતો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer – DBT) યોજના હેઠળ અત્યાર સુધીમાં 9 હપ્તા હેઠળ 10 કરોડ 65 લાખ 56 હજાર 218 ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયા મોકલવામાં આવ્યા છે.

ટૂંક સમયમાં સરકાર 22000 કરોડનું ફંડ જાહેર કરશે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અથવા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 22,000 કરોડ રૂપિયા જાહેર કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં રિલીઝ થનાર ફંડ એ નાણાકીય વર્ષ 21 -22 ના ડિસેમ્બર-માર્ચ ક્વાર્ટર માટે ત્રીજો હપ્તો છે. આ યોજના હેઠળ કેન્દ્રએ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને લગભગ 1.57 લાખ કરોડ રૂપિયાની રકમ પ્રદાન કરી છે.

મંગળવારે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રએ અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને મદદ કરવા નાણાકીય વર્ષ 21 – 2022 માં PM કિસાન યોજના માટે 43,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરથી માર્ચ ક્વાર્ટર માટે ત્રીજા હપ્તાની રીલીઝ સાથે, ચાલુ નાણાકીય વર્ષ માટે ફાળવવામાં આવેલા  65,000 કરોડ રુપિયાના બજેટનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2022માં પીએમ કિસાન માટે વધારાના  500 કરોડ રૂપિયાથી  લઈને 1,000 કરોડ રૂપિયાની જરૂર પડી શકે છે કારણ કે વધુને વધુ ખેડૂતો આ યોજના માટે નોંધણી કરી રહ્યા છે.

લગભગ 11 કરોડ લાભાર્થીઓને મળ્યો લાભ

સરકાર પશ્ચિમ બંગાળમાં આ યોજનામાં 15 લાખ વધુ ખેડૂતોને જોડવાની આશા રાખે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ત્યારે રાજ્યમાં 50 લાખ ખેડૂતો હશે, જે હાલના 35 લાખ કરતાં વધુ છે. તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં સરકારે લગભગ 11 કરોડ લાભાર્થીઓને પીએમ કિસાન યોજનામાં જોડ્યા છે.

આ પણ વાંચો :  કૃષિ કાયદા પરત લેવા મુદ્દે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક, ક્રિપ્ટોકરન્સી પર થઈ શકે છે મોટી જાહેરાત

Next Article