ઓક્ટોબર 2021 સુધી સાત વર્ષમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ બેંક ખાતાઓની સંખ્યા વધીને 44 કરોડ થઈ ગઈ છે. નાણા મંત્રાલયના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2014ના રોજ સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાના સંબોધનમાં આ યોજનાની જાહેરાત કરી હતી. નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે 28 ઓગસ્ટ 2014 ના રોજ આ યોજના લોન્ચ કરવામાં આવી હતી.
આ રાષ્ટ્રીય મિશન એ સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું કે લોકોને બેંક, પૈસા મોકલવાની સુવિધાઓ, લોન, વીમો, પેન્શન જેવી નાણાકીય સેવાઓ સરળતાથી મળી રહે. આર્થિક મામલોના વિભાગના આર્થિક સલાહકાર મનીષા સેન શર્માએ ઉદ્યોગ સંગઠન એસોચેમના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પીએમ જન ધન યોજનાને તેની શરૂઆતથી જ અપાર સફળતા મળી છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર 2021 સુધી, લગભગ 44 કરોડ લાભાર્થીઓ બેંકો સાથે જોડવામાં આવ્યા છે અને આ યોજના દ્વારા સરકાર વસ્તીના વંચિત વર્ગ પાસેથી તેમના બેંક ખાતામાં નાણાં જમા કરાવવામાં સફળ રહી છે.
જન ધન ખાતું ખોલાવવા પર ઘણા લાભો મળે છે
અન્ય બચત ખાતાઓથી વિપરીત, જન ધન ખાતું ખોલાવતી વખતે કોઈ રકમ જમા કરાવવાની જરૂર નથી. ખાતું ખુલવાની સાથે, ગ્રાહકને RuPay ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે જે ઘણી સુવિધાઓથી સજ્જ છે. તેના પર તમામ સુવિધાઓ આપવામાં આવે છે જે બાકી બચત ખાતા પર ઉપલબ્ધ છે.
ડેબિટ કાર્ડની સાથે લાઈફ ઈન્સ્યોરન્સ અને ‘પરચેઝ પ્રોટેક્શન બેનિફિટ્સ’ એટલે કે જો કાર્ડ ચોરાઈ જાય અથવા ટ્રાન્ઝેક્શનમાં કોઈ છેતરપિંડી થઈ હોય, તો સરકાર દ્વારા તેના પર ખાતરી પૂર્વક રક્ષણ આપવામાં આવે છે.
2 લાખનું આકસ્મિક કવર
પ્રધાનમંત્રી જન ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana- PMJDY) હેઠળ, તમને અનેક પ્રકારની આર્થિક સહાય આપવામાં આવે છે. એટલું જ નહીં, કોઈ પણ પ્રીમિયમ ચૂકવ્યા વિના તમને આકસ્મિક કવર પણ આપવામાં આવે છે. 28 ઓગસ્ટ 2018 પછી ખાતું ખોલાવનારા ખાતાધારકોને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળવાનું શરૂ થઈ ગયું છે.
જન ધન ખાતું ખોલવા માટેની મહત્વની બાબતો
જન ધન ખાતાના ઘણા ફાયદા
આ પણ વાંચો : BHARUCH : ઉદ્યોગ નગરીમાં રંગીન પશુઓ અને માણસ નજરે પડયા, જાણો દિવાળીમાં કેમ દેખાયા હોળી જેવા દ્રશ્યો